Gujarat

સુરેન્દ્રનગર હાઈવે પર એસ.ટી.બસ અને ટેમ્પો ધડાકાભેર અથડાતા પાંચ લોકોં થયા ઈજાગ્રસ્ત.

Spread the love

ગુજરાત માં અવારનવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા રહે છે. અનેક લોકો અકસ્માત નો ભોગ બનતા હોય છે. ઘણીવાર અકસ્માત માં ઘણા લોકો ને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. તેવી જ એક અકસ્માત ની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર ના નેશનલ હાઇવે પર એસ.ટી.બસ અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો.

અમદાવાદ થી કરછ તરફ જતી એસ.ટી.બસ સુરેન્દ્રનગર નેશનલ હાઇવે પર સુખપુર પાસે પહોંચતા જ અકસ્માત નડ્યો અને એક ટેમ્પા સાથે ધડાકાભેર અથડાણી હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્માત થતા જ આખા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અને લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

અકસ્માત એટલો જોરદાર હતો કે બસ અને ટ્રક ના આગળ ના ભાગ નો કુરચો બોલી ગયો હતો. બસ માં બેસેલા મુસાફરો માંથી પાંચ લોકો ને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ની જાણ હળવદ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તો માં અપેક્ષાબહેન ઓઝા, મેહુલભાઈ કિરીટભાઈ, રતાભાઈ રામાભાઈ, સોહીલભાઈ, ગોરીબહેન જયંતીભાઈ ને ઇજા થવા પામી હતી.

અવારનવાર અકસ્માત નો ભોગ બનતા લોકો ના માથે અણધારી મુસીબતો આવી પડે છે. લોકો ફૂલ સ્પીડે ગાડીઓ ચલાવતા હોય છે જેના લીધે આજુબાજુ ના લોકો ને પણ અકસ્માત ની ભીતિ રહેતી હોય છે. કેટકેટલાય કિસ્સાઓ સામે આવવા છતાં લોકો પોતાંની મોજ મસ્તી માં જ ગાડીઓ પુરપાટ ઝડપે ચલાવતા નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *