ભુજ- મહાદેવ મંદિર ના મહંત ને નજીવી બાબત માં ચાર શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો, જાણો હુમલા નું કારણ વિગતે.
ગુજરાત માં મારામારી ના ઘણા કિસ્સાઓ સામે આવતા જ હોય છે. નાની નાની એવી બાબતો ની દાઝ રાખીને લોકો એકબીજા પર હુમલો કરી બેસે છે.ક્યારેક હુમલાનું પરિણામ ખૂન માં પરિણમતું હોય છે. હુમલાને કારણે પરિવાર ના સભ્યો પણ હેરાન થતા હોય છે. પોલીસ સ્ટેશન માં અવારનવાર હુમલો થયા ના કિસ્સાઓ ની ફરિયાદ નોંધાતી હોય છે.
એવી જ એક ઘટના ભુજ શહેર થી સામે આવી છે. ભુજ શહેર ના ગાયત્રીમંદિર નજીક બિહારીલાલ મહાદેવ મંદિર ના મહંત ને ચાર લોકો દ્વારા ઢોર માર મારવામાં આવેલો છે. સાવ નજીવી એવી બાબત માં આ ચાર શખસો દ્વારા મહંત ને માર મારવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે મંદિર ના મહંતે એક પાલતુ શ્વાન ને માર માર્યો હતો. શ્વાન ને માર મારવા ના બદલામાં મહંત પર ચાર લોકો એ હુમલો કર્યો હતો.
ઘટના નો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં બે લોકો મહંત ને મંદિર માંથી ઢસડીને બહાર લાવે છે અને બીજા બે લોકો બહાર ઉભા હોય છે. મહંત ને મારતા મારતા બહાર લાવે છે અને બહાર આવતા જ ચારેય મહંત ને ઢીંકાપાટુ નો માર મારવા લાગે છે. આ બાબતે શહેર ના લોકો દ્વારા ખુબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા ઘણા સમય માં ભુજ માં ગુનાઓ નું પ્રમાણ વધી રહ્યું છે તેને ડામવા માટે લોકો તીવ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. મહંત ને નાની એવી બાબતો માં માર મારવાના વિરોધ માં લોકો ઉતરી આવ્યા હતા. અને તે ગુનાખોર લોકો પર કાર્યવાહી કરવાની તીવ્ર માંગ ઉઠી હતી. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.