શા માટે સેફઅલીખાન અમૃતાસિંહ થી અલગ થઈ ને કરીનાકપૂર સાથે કરી લીધા લગ્ન. જાણો વિગતે.
બૉલીવુડ ના એક્ટર અને એક્ટ્રેસ તેના જીવન ને લઇ ને ખાસ ચર્ચા માં જોવા મળે છે. બૉલીવુડ ના સ્ટાર એવા સેફઅલીખાને ઘણા મુવી માં કામ કરેલું છે અને સુપરહિટ ફિલ્મો આપેલી છે. સેફઅલીખાન ના પ્રથમ લગ્ન અમૃતાસિંહ સાથે થયા હતા. ત્યારબાદ તેને કરીનાકપૂર સાથે લગ્ન કર્યા છે. કરીનાકપૂર અને સેફઅલીખાન ને બે પુત્રો તૈમુર અને જહાંગીર છે.
સેફઅલીખાન ની પ્રથમ પત્ની અમૃતાસિંહ સાથે શા માટે અલગ થઇ ને બીજા લગ્ન કર્યા આ વાત નો ખુલાસો ખુદ સેફઅલીખાને આપ્યો હતો. સેફઅલીખાન અને અમૃતાસિંહ નું લગ્ન જીવન લગભગ 13 વર્ષો સુધી ચાલ્યુ હતું. બન્ને ના લગ્ન ગાળા દરમિયાન એવી શું ઘટના બની કે બન્ને ના રસ્તા અલગ થઇ ગયા. બન્ને નું અલગ થવાનું કારણ તેમની વચ્ચે ઉમર નો તફાવત હોઈ શકે એવું કહેવાય છે. કારણ કે સેફલીખાન ની ઉમર માત્ર 20 વર્ષ ની હતી અને અમૃતાસિંહ ની ઉમર 32 વર્ષ ની હતી.
છૂટાછેડા બાદ સેફઅલીખાને કરીનાકપુર ની સાથે લગ્ન કરી લીધા. અને તેમની બન્ને વચ્ચે પણ ઉમર નો ઘણો તફાવત જોવા મળે છે પણ કરીના કરતા સેફ ની ઉમર ઘણી જ મોટી છે. સેફે આ વાત પોતે જ કહી હતી કે આપડી ઉમર કરતા નાની ઉમર ની છોકરી સાથે જ લગ્ન કરવા જોઈ એ. તેને જણાવ્યું હતું કે તેને સુંદર, નિર્ણાયક, ખુશમીજાજ વાળી પત્ની પસંદ છે.
આ બધું જોઈ ને જ કદાચ સેફે કરીના ની સાથે 2012 માં લગ્ન કર્યા હશે. ટૂંકમાં સેફ ને તેનાથી નાની ઉમર ની પત્ની સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી તેમ કહી શકાય. હાલમાં સેફ અને કરિના નું લગ્ન જીવન ખુબ જ સારી રીતે પસાર થાય રહ્યું છે. બન્ને ના ફોટા સોશિયલ મીડિયા પર વારંવાર શેર થતા હોય છે. અને કરીના પત્ની ની સાથે સાથે એક સારી સુપરમોમ પણ છે.