વૃક્ષ પર લટકી ને પ્રેમીપંખી એ ગળાફાંસો ખાઈ કરી લીધો આપઘાત, જાણો ક્યાં બની ઘટના.

ભારત માં આત્મહત્યા ના કેસો માં બહોળા વધારો થયો છે. વારંવાર આત્મહત્યા ના કિસ્સાઓ સામે આવતા રહે છે. એવી જ એક ઘટના ઉત્તરપ્રદેશ ની સામે આવી છે. ઉત્તરપ્રદેશ માં એક યુવક અને યુવતી એ આત્મહત્યા કરી લીધી છે. ઉત્તરપ્રદેશ ના બુલંદશહેર માં ખુર્જા કોટવાલી ગામ ના સીકરી ના નજીક ના જંગલ માં યુવક અને યુવતી નો મૃતદેહ વૃક્ષ પર લટકેલી હાલત માં જોવા મળ્યો હતો.

મૃતદેહ ની જાણ આજુબાજુ ના લોકો ને થતા લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બાદ માં આ બાબત ની જાણ પોલીસ ને કરવામાં આવી હતી. ગામના લોકો એ પ્રથમ આ મૃતદેહો ને જોયા હતા. ત્યારબાદ પોલીસે આવીને મૃતદેહો ને નીચે ઉતાર્યા હતા. પુરા ગામ માં અરેરાટી ફેલાય ગઈ હતી. પોલીસ ની પ્રાથમિક તપાસ માં સુસાઇડ કર્યા હોવાનું સામું આવ્યું છે.

પોલીસે મૃતદેહો ને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળ્યું કે બન્ને છેલ્લા એક વર્ષ થી પ્રેમસંબંધ માં જોડાયેલા હતા. અને શુક્રવારે રાત્રે બન્ને ઘરે થી ભાગી જય ને આત્મહત્યા કરી લીધી હતી. મૃત યુવક નું નામ વિવેક કે જે અજયસિંહ નો પુત્ર હતો. અને યુવતીનું નામ શીતલ હતું.

બન્ને એ ઘરે થી ભાગી જય આપઘાત કરી લીધો. વધુ તપાસ પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવે ત્યારે થશો. ભારત માં પ્રેમ સંબંધ માં આત્મહત્યા ના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘર પરિવાર ની સંમતિ ન મળતા આજના યુવાનો અંતે ઘરે થી ભાગી જાય છે અને લગ્ન કરી લે છે અને કાંતો આપઘાત કરી લેતા હોય છે. આવા અનેક કિસ્સાઓ બાબતે પોલીસ સ્ટેશન માં કેસો નોંધાતા હોય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.