માતા તો બચી ગયા પણ પિતા અને બહેનનું મુત્યુ થય ગયું, આ ઘટના વિશે જાણીને તમે પણ……
રોજબરોજ દિવસ દરમિયાન કેટલીય દુર્ઘટનાઓ થતી હોય છે. કેટકેટલાય લોકો દુર્ઘટના માં મૃત્યુ પામતા હોય છે. ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે આખો પરિવાર તબાહ થઇ જતો હોય છે. એવી જ એક ઘટના સુરેન્દ્રનગર ના હળવદ થી સામે આવી છે. એક દુર્ઘટના માં એક જ પરિવાર ના એક સાથે ત્રણ સભ્યો ના મૃત્યુ નિપજ્યા છે. દુર્ઘટના માં એક સાથે ઘણા બધા લોકો દુર્ઘટના નો ભોગ બનેલ છે.
સુરેન્દ્રનગર ના હળવદ માં એક મીઠા ની ફેક્ટરી માં કામ કરતા મજૂરો માથે અચાનક જ એક દીવાલ ધરાશાયી થઇ હતી. દીવાલ ની નીચે કેટલાય લોકો દબાયા હતા. હળવદ ની જીઆઇડીસી માં સાગર સોલ્ટ કંપની માં એકસાથે 20 મજુરો મીઠાની થેલીઓ ગોઠવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ દુર્ઘટના થઇ છે અને એક સાથે બાર લોકો દીવાલ પડતા દીવાલ નીચે આવી ગયા હતા.
મીઠા ની થેલીઓ ગોઠવતા તે દીવાલ પર વજન વધી જતા આ દુર્ઘટના સર્જાય હતી.જેમાં એક લખનભાઇ નામના યુવક તેના પિતા,માતા અને બહેન સાથે ત્યાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન દીવાલ ધરાશાય થતા તે બધા દીવાલ નીચે આવી ગયા હતા. લખનભાઇ એ તેમની માતા નો હાથ પકડી બહાર કાઢ્યા પણ તેમના પિતા અને બહેન ને ન બચાવી શક્યા.
આંખો ની સામે જ પિતા અને બહેન નું કરુણ મોત થઇ ગયું હતું. જાણવા મળ્યું કે લગ્ન ની સીઝન હોય મજૂરો ની સંખ્યા ઓછી હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાવાના સંકેત હતા. લખનભાઇ પોતાના પિતા અને બહેન ને ન બચાવી શક્યા તેનું તેમને ખુબ જ દુઃખ છે. તે ઘટના ની યાદ મિટાવી જ શકતા નથી. એક સાથે ઘર ના બે સભ્યો ના કરુંણ મોત થતા પરિવાર માં શૉક ફેલાય ગયો.