ગુજરાત ટાઇટન્સ ના મેથ્યુ વેડ સસ્તા માં આઉટ થતા એવા ગુસ્સે ભરાણા કે ડ્રેસિંગ રૂમ માં પહોંચી ને કર્યું આવું કામ ….જુઓ વિડીયો.

ભારત ના લોકો ને પ્રિય રમત ક્રિકેટ. ભારત માં અત્યારે આઇપીએલ ની સીઝન ચાલી રહી છે. જ્યાં જોવો ત્યાં બસ આઇપીએલ ની જ વાતો થતી હોય છે. લોકો સાંજે ગમે તે કામ હોય પણ મેચ ના સમયે નવરા થઇ ને મેચ જોવા બેસી જાય છે. આઇપીએલ નો એટલો બધો ક્રેઝ છે કે ભારત ના લોકો તેના પર લાખો નો સટ્ટો રમી લે છે. આઇપીએલ માં ચોગા છગ્ગા ઓ નો વરસાદ જ થતો હોય છે.

આ સિજન ની વાત કરી એ તો આ સીઝન માં બે ટિમ નવી ઉમેરાય છે. જેમાં ગુજરાત ના ક્રિકેટ રસિયાઓ માટે ગુજરાત ની ટિમ ગુજરાત ટાઇટન્સ નવી ઉમેરાય અને લખનઉ ટાઇટન્સ આ બન્ને ટિમ નો આ સીઝન માં દબદબો છે. જેમાં ગુજરાત ટાઇટન્સ તો પ્લે ઓફ માં પણ પહોંચી ગયું છે. હાલમાં ગુજરાત ટાઇટન્સ અને બેંગ્લોર ની ટિમ વચ્ચે મેચ હતી એમાં એવી ઘટના બની કે જોનારાઓ સ્તબ્ધ રહી ગયા.

બેંગ્લોર માટે પ્લે ઓફ માં જો પહોંચવું હોય તો તેને મેચ જીતવી જરૂરી હતી. ગુજરાત પહેલા બેટિંગ માં ઉતરી હતી. બેંગ્લોર ગુજરાત ની વિકેટો લેવાનું શરુ કરી દીધું. તેમાં ત્રીજી ઓવર માં ગિલ ના આઉટ થયા બાદ ગુજરાત ના બેટ્સમેન અને વિકેટકીપર મેથ્યુ વેડ બેટિંગ માં આવ્યા. પણ વેડ ને મેક્સવેલ દ્વારા એલબીડબ્લ્યુ આઉટ કરવામાં આવ્યા. વેડ માત્ર 13 જ બોલ માં 16 રન કરિને આઉટ થઇ ગયા.

વેડે એલબીડબ્લ્યુ માં DRS લીધું હતું પણ થર્ડ અમ્પાયરે પણ આઉટ જાહેર કર્યા. બાદ વેડ ને પેવેલિયન માં જવું પડ્યું. વેડ આ નિર્ણય થી નારાજ હોય તેવું લાગ્યું અને પેવેલિયન માં જઈને પોતાના હેલ્મેટ નો ઘા કરી દીધો અને પોતાના બેટ ને જોર જોર થી પછાડવા લાગ્યા. આઉટ થયા નો ગુસો તેના ચહેરા પર સ્પષ્ટ નજરે જોવા મળ્યો. વિડીયો જોઈ ને લોકો એ ખુબ જ પ્રતિક્રિયાઓ આપી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.