India

મહિલા એ ધોધ પર થી મોત ની છલાંગ લગાવી મોત ને વ્હાલું કરી લીધું. જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ આપઘાત કરવાની અનેક ઘટનાઓ સામે આવતી જ રહે છે. અત્યારે ગરમી ની સીઝન ચાલી રહી છે એવાંમાં લોકો મોટા મોટા ધોધ માં ન્હાવા જતા હોય છે. પણ એક યુવતી એ ધોધ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. છત્તીસગઢ રાજ્યમાં આવેલા ચિત્રકોટ ધોધ માંથી એક યુવતી એ મોત ની છલાંગ લગાવી અને મોત ને વ્હાલું કરી લીધું.

છત્તીસગઢ ના બસ્તર જિલ્લાના ઇન્દ્રાવતી નદીના કિનારે આવેલ ચિત્રકોટ ધોધ કે જે ને એશિયા નો નાયગ્રા કહેવામાં આવે છે. આ ધોધ માં યુવતી એ ઊંચાઈ પર થી મોત ની છલાંગ લગાવી છે. ડીએસપી પંકજ ઠાકુર ના જણવ્યા મુજબ એક છોકરી એ બપોરે બે વાગે ખુબ જ ઊંચાઈ પર ગઈ અને ત્યાં થોડીવાર ઉભી રહી અને અચાનક જ છલાંગ લગાવી દીધી.

જયારે મહિલા ધોધ પર પહોંચી ત્યારે આજુબાજુ ના લોકો રોકવાની કોશિશ કરી રહ્યા હતા. પણ યુવતી એ છલાંગ લગાવી દીધી. બાદ માં મરજીવાઓ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. યુવતી ની છલાંગ ખુબ જ ઊંચાઈ પર થી હતી અને તે નદીના પાણી માં ખોવાઈ ગઈ હોય શકે છે. મહિલા 300 મીટર પહોળા ઝરણામાં હતી.

ધોધ પર થી છલાંગ લાગવ્યા બાદ મહિલા ની બચવાની શક્યતાઓ ખુબ જ ઓછી છે. પોલીસ દ્વારા મહિલા ની માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે જેથી તેની ઓળખ થઇ શકે. આ એક પર્યટન સ્થળ છે ત્યાં મહિલા એ આપઘાત કરતા લોકો ના મનમાં ભય નો માહોલ ઉભો થયો છે. જુઓ વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *