માયાભાઇ આહીર ભાવનગર ના રાજા કૃષ્ણકુમારસિંહજી ના પરિવાર ની મુલાકાતે. નિલમબાગ પેલેસ માં એવી રમઝટ બોલાવી કે…જુઓ વિડીયો.
ગુજરાત માં ડાયરા કલાકારો નું ખાસું એવું મહત્વ જોવા મળે છે. ગુજરાત માં લોક્ડાયરાઓ ના પ્રોગ્રામ થતા હોય ત્યારે લાખો ની સંખ્યા માં લોકો ની ભીડ ઉમટી પડતી હોય છે. લોકો ના પ્રિય કલાકાર એવા માયાભાઇ આહીર. માયાભાઇ આહીરે હાલમાં જ ભાવનગર ના રાજા કૃષ્ણકુમારસિંહજી ના નિલમબાગ પેલેસ ની મુલાકાત લીધી છે. આ ફોટા તેને તેમના ઇન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ પર શેર કર્યા હતા.
માયાભાઇ આહીર નો જન્મ ભાવનગર માં જ થયો હતો. તેમને નાનપણ થી જ પોતાના પ્રોગ્રામો આપવાની શરૂઆત કરી દીધી હતી. આજે તે દેશ ની બહાર વિદેશો માં જય ને પણ પ્રોગ્રામમો આપતા નજરે ચડે છે. તમને જાણાવી દઈ એ કે ભાવનગર ના રાજા એ દેશ ની આઝાદી બાદ પોતાનું રજવાડું પ્રથમ ભારત દેશ ને સમર્પિત કર્યું હતું. એવા રાજા ના નિલમબાગ પેલેસ ની મુલાકાતે માયાભાઇ આહીર ગયા હતા.
માયાભાઇ આહીરે નિલમબાગ પેલેસ માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના પરિવાર ના લોકો સાથે પણ મુલાકાત કરી હતી. અને પરિવાર સાથે રાજા ની યાદો ને તાજા કરી હતી. એટલું જ નહીં માયાભાઇ આહીરે ગીતો પણ ગાય હતા. અને મહેફિલ જમાવી દીધી હતી. આના વિડીયો તેમને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો.
મહારાજ કૃષ્ણકુમારસિંહજી તેમને ખમીરવંતા અને દાનવીર ની બાબતો માં ખુબ જ લોકપ્રિય છે અને તેને ભારત દેશ ની આઝાદી બાદ ભારત દેશ માટે ખુબ જ નેક કામ કર્યું હતું. માયાભાઇ આહીર પ્રસિદ્ધ લોકગાયક અને હાસ્યકલાકાર છે. તેમના પ્રોગ્રામ માં લાખો રૂપિયાનો વરસાદ થતો હોય છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.