ગાંધી ના ગુજરાત માં દારૂ ની રેલમછેલ જોવા મળી એક દારૂ ભરેલી કાર પલ્ટી મારી અને પછી લોકો એ એવું કર્યું કે…
ગુજરાત માં દારૂબંધી હોવા છતાં રોજેરોજ લાખો રૂપિયાના દારૂ ને કબ્જે કર્યા ના કિસ્સાઓ સામે આવતા હોય છે. અને ગુજરાત ના લોકોં દારૂ ના શોખીન જોવા મળે છે. લગ્ન પ્રસંગ હોય તો લોકો સૌથી વધુ દારૂ મી મહેફિલ માણતા હોય છે. ગુજરાત માં દારૂ મોટાભાગે બહાર ના રાજ્યો માંથી આવતો હોય છે. આથી ગુજરાત માં દારૂ ના ભાવ પણ વધુ જોવા મળે છે. ક્યારેક લોકો બીજા રાજ્યો માંથી ચોરીછૂપી રીતે ગુજરાત માં દારૂ નો જથો લાવતા હોય છે.
હાલમાં એક ઘટના બની જેમાં એક કાર માં દારૂ નો જથો ભરેલો હતો. તે કાર જ રસ્તા પર પલ્ટી મારી ગઈ અને દારૂ ની રસ્તા પર રેલમછેલ થઇ ગઈ હતી. બાદ માં રસ્તા પર થી પસાર થતા લોકો એ દારૂ ની બોટલો ની લૂંટ ચલાવી હતી. વલસાડ નજીક ના ડુંગરી નેશનલ હાઇવે પર દમણ થી સુરત જતી કાર જી.જે.ન 05/જી.ઓ.-7205 એક ડિવાઈડર પર ચડી ગઈ અને પલ્ટી મારી ગઈ હતી.
કાર જેવી પલ્ટી મારી કે તેમાંથી દારૂ ની બોટલો રસ્તા પર ફેંકાય ગઈ હતી. આજુબાજુ માંથી પસાર થતા લોકો અને આજુબાજુ માં જે લોકો હતા તે બધાએ દારૂ ની બોટલો ની ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી. જેના હાથે જે બોટલ આવી તે ઉપાડી ને ભાગવા લાગ્યા. આ બનાવ ની જાણ ડુંગરી પોલીસ નેં થતા તે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને કાર ચાલક તો કાર મૂકી ને ફરાર થઇ ગયા હતા.
જાણવા મળ્યું કે કાર ચાલકોને મામૂલી ઈજાઓ થવા પામી હતી છતાં તે નાસી છૂટયા હતા. ગુજરાત માં આવી ઘટનાઓ વારંવાર બનંતી હોય છે. લોકો ગુજરાત માં દારૂ લાવવા અવનવી તરકીબો અજમાવતા હોય છે. અને દારૂ ની મહેફિલો માણતા હોય છે. પોલીસ ઘટના સ્થળે આવી તે પહેલા જ મોટા ભાગ નો દારૂ નો જથ્થો લોકો લઇ ને ભાગી ગયા હતા.