સુરત ના યુવાન નું દર્દનાક મોત! લેહ શ્રીનગર ની 1200-ફૂટ ઊંડી ખાઈ માં ગાડી પડી જતા યુવાન મોત ને ભેટ્યો.
ગુજરાત માં અને ભારત માં અવારનવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે અને લોકો મૃત્યુ ને ભેટતા હોય છે. હાલમાં એક સુરત માં રહેતા અને ટુર સંચાલક નું કામ કરતા અંકિત સંઘવી નામના યુવાન નું લેહ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત માં તેની ગાડી 1200 ફૂટ ઊંડી ખાય માં પડી જતા અંકિત સંઘવી સહીત 9-લોકો ના મોત થઇ ગયા હતા.
અંકિત સંઘવી ને પત્ની અને બે બાળકો પણ છે. અંકિત સંઘવી ટુર સંચાલક નું કામ કરતો હોય તેને વારંવાર બહાર જવાનું થતું હતું. પોલીસ ના જણાવ્યા મુજબ વાહન 1200 ફૂટ ની ઊંડી ખાય માં પડી ગયું હતું. બાદ માં અંકિત ના ફોન ની કોલ ડીટેલ કાઢી તેના પરિવાર ને જાણ કરવામાં આવી હતી. પિતા અને ભાઈ આ બાબતે દિલ્હી જવા નીકળ્યા હતા.
આ વાહન કારગિલ થી સોનમર્ગ તરફ જય રહ્યું હતું. જેમાં સવાર 9-લોકો મોત ને ભેટ્યા હતા. મરનાર લોકો માં 2-જમ્મુ ના, 3-ઝારખંડ ના, 1-પંજાબ નો હતો. અને અકસ્માત માં એક 20 વર્ષ નો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત ની જાણ સેનાએ અને બી.આર.ઓ ને થતા તે લોકો મદદ માટે પહોંચ્યા હતા.
અધિકારીઓ ના જણાવ્યા મુજબ બધી કાર્યવાહી બાદ મૃતદેહો પરિવાર ને સોંપવામાં આવશે. પરિવાર ના સભ્ય નું મૃત્યુ થતા પરિવાર ના માથે મહામુસીબતો આવી પડી છે. અને પરિવાર શોક માં ચાલ્યો ગયો છે. અવારનવાર લોકો ના માથે અણધારી મહામુસીબતો આવી પડતી હોય છે. આ ઘટના ને જોઈ ને આપડુ કાળજું પણ કાપી ઉઠે છે.