મહાભારત મા ભગવાન ‘શ્રી કૃષ્ણ’ નું પાત્ર ભજવનાર નીતીશ ભારદ્વાજ નું જીવન છે દુઃખ દર્દ થી ભરેલું જાણવા મળ્યું કે…
ભારત માં સૌથી ઐતિહાસિક સિરિયલ જો હોય તો તે છે રામાયણ અને મહાભારત. વર્ષ 1987 અને 1988 માં રામાયણ નું પ્રસારણ રામાનંદ સાગર દ્વારા કરવામા આવ્યું હતું. રામાનંદ સાગર ને આ સિરિયલ દ્વારા ઇતિહાસ રચી દીધો હતો. આ સિરિયલ ને અને સિરિયલ માં આવતા કલાકારો ને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા હતા. અને ત્યારબાદ મહાભારત ની ટીવી સિરિયલ શરુ થઇ.
રામાનંદ સાગર દ્વારા રામાયણ બનવવામાં આવી ત્યારબાદ બી.આર ચોપડા અને તેના પુત્ર રવિ ચોપડા દ્વારા મહાભારત બનવામાં આવી. રામાયણ ની જેમ જ મહાભારત ને પણ લોકો ખુબ જ પસંદ કરતા હતા. મહાભારત નું પ્રસારણ વર્ષ 1988 માં થતું હતું. મહાભારત માં કામ કરવા વાળા કલાકાર એ ખુબ જ સારું કામ કર્યું હતુ. લોકો ના પ્રિય કલાકારો હતા. આજે તમને મહાભારત માં શ્રી કૃષ્ણ ની ભૂમિકા નિભાવનાર અભિનેતા નીતીશ ભારદ્વાજ વિષે જણાવીશું.
નીતીશ ભારદ્વાજ નો જન્મ 2-જૂન 1963 માં થયો હતો. શ્રી કૃષ્ણ ના પાત્ર માં જોવા મળતા નીતીશ ભારદ્વાજ લોકો ના ખુબ જ પ્રિય કલાકાર હતા. ભગવાન શ્રી કૃષ્ણ નું પાત્ર ખુબ જ સારી રીતે ભજવતા હતા. નીતીશ ભારદ્વાજ તેની રિયલ લાઈફ ને કારણે ખુબ જ ચર્ચા માં જોવા મળે છે. તેણે જીવન માં બે લગ્ન કર્યા પણ બન્ને માં તે સફળ ન થયા. તેના પહેલા લગ્ન 1991 માં મોનીશા પાટીલ સાથે થયા હતા.
પણ 2005 માં બન્ને એ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ તેમને 2009 મા બીજીવાર લગ્ન કર્યા. બીજા લગ્ન તેમણે સ્મિતા ગેટ ની સાથે કર્યા હતા. પરંતુ, 10 વર્ષ બાદ તેમની સાથે થી પણ છુટ્ટાછેડા લઇ લીધા હતા. બન્ને એ કોર્ટ માં જય ને અલગ થઇ ગયા હતા. આ બાબતે નીતીશ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ખરેખર તલાક લેવું એ તેમના માટે મૃત્યુ થી પણ વધારે દર્દનાક છે. તે કહે છે કે, ખરેખર તેમને ખુબ જ ખાલી ખાલી લાગી રહ્યું છે.
ભગવાન શ્રી કૃષ્ણ ની ભૂમિકા ભજવનાર આજે એકલા રહે છે. નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!