India

અમેરિકા માં એક પછી એક ગુજરાતી લોકો ટાર્ગેટ થતા લોકો માં ભય નો માહોલ, લોકો કહે છે કે…

Spread the love

ભારત માંથી ઘણા લોકો બહાર વિદેશ અભ્યાસ માટે અથવા તો નોકરી કે ધંધા માટે જતા હોય છે. એવામાં પણ આપણા ગુજરાતીઓ ગૂજરાત છોડીને બહાર વિદેશ માં પોતાનો બિઝનેસ કરતા હોય છે. વિશ્વ નો એક પણ દેશ એવો નહિ હોય કે જ્યાં કોઈ ભારતીય રહેતો ના હોય. વિશ્વ માં બધા જ દેશો માં ભારતીય લોકો રહે છે. વિશ્વ ની મહાસતા એવા દેશ અમેરિકા માં પણ ભારતીય વસવાટ કરે છે. માત્ર વસવાટ જ નથી કરતા ત્યાં રહીને ચૂંટણી લડીને ચૂંટાય પણ આવે છે. પરંતુ હાલ થોડા સમય થી અમેરિકા માં વસવાટ કરતા ગૂજરાત વાસીઓ પર હુમલાઓ થવાનાં બનાવો ખાસ સામે આવે છે.

મૂળ સોજીત્રા નાં રહેવાસી 52 વર્ષ ના પ્રેયસ પટેલ ની 10 દિવસ પહેલા હત્યા કરી નાખવામાં આવી છે. જાણવા મળ્યું કે, વર્જિનિયા નાં ન્યુ પોર્ટ ન્યુઝ સિટી માં પ્રોવિઝન સ્ટોર ચલાવતા પ્રેયસ પટેલ ની હત્યા થતાં ત્યાં રહેતા ગુજરાત વાસીઓ માં ભારે ડર નો માહોલ ઉભો થવા પામ્યો છે. પ્રેયસ પટેલ ના મોટા ભાઈ આણંદ જિલ્લા ના ભાજપ ના અગ્રણી નેતા છે. તેને જાણ થતા તે તરત અમેરિકા દોડી ગયા હતા.

વર્જિનિયા ની પ્રોવિઝન સ્ટોર પર હુમલો થયા અગાઉ અમેરિકા ના ન્યુજર્સી માં આવેલા એક ગુજરાત વાસી ની જવેલરી ની દુકાન પર પણ તસ્કરો ત્રાટક્યા હતા. એવામાં મૂળ ગુજરાત ના સોજીત્રા ગામ ના હેમંતભાઈ સુખડીયા સાથે ની વાત માં હેમન્તભાઈ એ ખાસ માહિતી આપી હતી કે શા માટે ગુજરાત ના લોકો પર અમેરિકા ના જુદા જુદા શહેરો માં ટાર્ગેટ બને છે?

હેમંતભાઈ સુખડીયા એ જણાવ્યું હતું કે, ભારતીયો પાસે બહુ સોનુ અને રૂપિયા હોય છે. બીજી કોમ્યુનિટી જે અમેરિકા માં રહે છે તેની પાસે ખાસ સોનુ હોતું નથી. અને તે લોકો રૂપિયા પણ બેન્ક માં રાખે છે. તેણે કહ્યું કે અમેરિકા ના લોકો પોતાની પાસે પોતાની સુરક્ષા માટે ગન રાખે છે. જયારે અમેરિકા માં ભારતીય કે ગુજરાતી પોતાની સુરક્ષા માં ગન રાખતા નથી. ભારતીયો કહે છે કે ભગવાન આપણી રક્ષા કરશે.

હેમંતભાઈ એ કહ્યું કે હવે ભારતીયો પણ સતર્ક રહે છે. પોતાના શો રૂમ માં જો કોઈ ને આવવું હોય તો તે બેલ વગાડી ને જ અંદર આવી શકે છે. બેલ વગાડે પછી જ બારણું ખુલે છે. તે કહે છે કે ખાસ મોટા ભાગ ના હુમલાઓ કાળા લોકો કરે છે. જે મોટાભાગે આફ્રિકા થી બિલોન્ગ કરે છે. હેમતભાઈ એ કહ્યું કે ટ્રમ્પ સરકાર પછી બાયડન ની સરકાર આવી તેને આવા લોકો ને પકડવામાં કોઈ રસ નથી. અને જો પકડાય તો એક બે દિવસ માં સજા ભોગવ્યા વગર જ છૂટી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *