બંન્ને મીત્રો મોત ને ભેટ્યા! એક મિત્રને ડુબતો બચાવવા બીજો પડ્યો અને જે થયું એ જાણી ને……
ગુજરાત ના મહુધા ડડુસર ગામ માંથી એક કરુંણ બનાવ સામે આવ્યો છે. જેમાં ગામના તળાવ માં બે યુવાનો ગરકાવ થતા બને યુવકો ના મૃત્યુ થયા હતા. ગુજરાત માં ઘણી જગ્યા એ આવી ડૂબવાની ઘટનાઓ બનતી હોય છે. ઘણા કારણોસર લોકો પાણી માં ડૂબી ને મૃત્યુ પામતા હોય છે. ક્યારેક લોકો મોજમસ્તી કરતા ડૂબી જતા હોય છે. તો ક્યારેક લોકો પાણી ભરેલા ખાડાઓ માં પડી ને મૃત્યુ પામતા હોય છે.
ગુજરાત ના મહુધા ના ડડુસર ગામ માંથી એવો બનાવ સામે આવ્યો છે. જેમાં બપોર ના સમયે અમુક લોકો તળાવ માંથી માછલી પકડતા હશે. માછલી પકડવા ની જાળ પહેલાથી જ તળાવ માં નાખેલી હતી. આથી એક યુવાન તે જાળ લેવા તળાવ માં ઉતર્યો. તળાવ માં જાળ પકડવા ઉતરેલો યુવાન અચાનક તળાવ ના ઊંડા ખાડા માં ગરકાવ થવા લાગ્યો હતો.
યુવાન ને ડૂબતો જોઈ ને તેને બચાવવા એક તેનો મિત્ર પણ કૂદી પડ્યો. બન્ને ને તરતા ફાવતું ન હતું. આથી બંને તળાવ ના ઊંડા ખાડા માં ગરકાવ થવા લાગ્યા હતા. જાળ ખેંચાતા બંને યુવાનો ને પાણી માં ગરકાવ થતા જોઈ ને લોકો બુમાબુમ પાડવા લાગ્યા હતા. એવામાં અન્ય લોકો દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં બંને યુવાનો પાણી માં ગરકાવ થઇ ગયા હતા.
બાદ માં સ્થાનિક તરવૈયાઓ ની મદદ થી લાશો ને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટના ની જાણ નાયબ મામલતદાર આર.વી.વાઘેલા ને થતા તે ત્યાં દોડી આવ્યા હતા. આ સાથે જ ઘટના સ્થળ પર પી.એસ.આઇ જી.કે.ભરવાડ પણ દોડી આવ્યા હતા.એક જ ગામના અને નજીક માં જ રહેતા યુવાનો એકસાથે મૃત્યુ પામતા ગામમાં અરેરાટી નો માહોલ છવાય ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!