India

હાથી ના ટોળા એ રસ્તા ની વચ્ચે એવો ભયંકર આંતક મચાવ્યો કે, લોકો નું બચવું થઇ ગયું મુશ્કિલ…જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં જંગલી પ્રાણી પશુઓ થી માંડી ને અવનવા ફની વિડીયો જોવા મળે છે. આપણા ભારત માં અમુક રસ્તાઓ એવા છે કે જે, જંગલ વિસ્તાર માંથી પસાર થતા હોય છે. એવામાં લોકો ની ગાડીઓ ની અવરજવર જંગલ ની બાજુ માંથી મોટા પ્રમાણ માં રહે છે. ક્યારેક ક્યારેક જંગલી પશુઓ રસ્તા પર આવી ચડતા હોય છે.

જયારે જંગલ માંથી પશુ રસ્તા પર આવી ચડે છે. ત્યારે વાહન ચાલકો ને ઘણી મુસીબતો નો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક તો સિંહો નું આખું ટોળું રસ્તા ની વચ્ચે બેસી જાય છે. એવામાં અવરજવર કરતા લોકો ને ત્યાં જ ઉભા રહેવું પડે છે. હાલ સોશિયલ મીડિયા પર હાથી ના એક જૂંડ નો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ ને લોકો પણ હચમચી ગયા.

વિડીયો માં જોઈ શકાય છે કે, એક હાથી નું ટોળું રસ્તા પર આવી પહોંચ્યું છે. હાથી નું ટોળું રસ્તા પર ધમાલ મચાવી રહ્યું છે. એવામાં એક કાર હાથી ની સામે આવે છે. ટોળા માના એક હાથી એ તે કાર પર ભયંકર હુમલો કર્યો. અને કાર ના કાચ પણ તોડી નાખ્યા. કાર ને હચમચાવી નાખી હતી. એવામાં એક વ્યક્તિ કાર માંથી ઉતરી ને પોતાનો જીવ બચાવી ભાગે છે. કાર ડ્રાયવર પણ મહામુસીબતે કાર ને ત્યાંથી કાઢે છે. જુઓ વિડીયો.

વાઇલ્ડલાઇફ વાઇરલ સિરીઝના ભાગ રૂપે કર્ણાટકના હસનૂરનો એક વીડિયો બતાવીએ છીએ, જેમાં ગુસ્સે થયેલો ગજરાજ જોવા મળે છે. આ વીડિયો IAS ઓફિસર સુપ્રિયા સાહુએ શેર કર્યો છે. આ વિડીયો લોકો ખુબ જ જોઈ રહ્યા છે. અને હાથી ના આ કામ માટે કોમેન્ટો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડીયો હજારો લોકો એ જોઈ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *