આપણા દેશ માં ક્યારેક વિચિત્ર બાળકો જન્મતા હોય છે. એટલે કે ઘણી વાર બે બાળકો એવા જન્મે કે, તે માથા ના ભાગ થી જોડાયેલા હોય છે. અથવા તો બને જુડવા જન્મે છે. એવા એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલમાં ઉત્તરપ્રદેશ રાજ્ય માં એક માતા એ એક બાળક ને જન્મ આપ્યો. તે બાળક ને 4-હાથ અને 4-પગ છે. આ બાળક નો જન્મ થતા લોકો ની જોવા માટે ભીડ ઉમટી પડી હતી.
ઉત્તરપ્રદેશ ના હરદોઈ જિલ્લા ના શાહબાદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં ગયા અઠવાડિયે આ બાળક નો જન્મ થયો હતો. 2-જુલાઈ એ માતા ને સખત દર્દ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં 2-જુલાઈ ના રોજ માતા કરીના એ આ 4-હાથ અને 4-પગ વાળા બાળક ને જન્મ આપ્યો હતો. આ બાળક નું જન્મ સમયે વજન 3-કિલો હતું.
શાહબાદ સેન્ટર ના નર્સ સીમા દેવી વર્મા એ બાળક ના જન્મ બાદ માતા અને બાળક બને સ્વસ્થ છે તેમ જણાવ્યું હતું. મેડિકલ ઓફિસર ડો. રમેશ બાબુ એ જણાવ્યું કે, આ જોડિયા બાળક નો કેસ છે. એટલે કે બે બાળકો નો જન્મ થવાનો હતો. પરંતુ બીજા બાળક નો વિકાસ સરખો થઇ શક્યો ન હતો. બીજા બાળક નો વિકાસ અડધો થયો હતો. એટલા માટે તે જોડાયેલ છે.
ડોક્ટરો એ માતા અને બાળક બને સ્વસ્થ છે તેમ જણાવ્યું હતું. આ બાળક નો જન્મ થતા લોકો તેને ભગવાન નું સ્વરૂપ માનવ લાગ્યા. અને આ બાળક ને જોવા લોકો ઉમટી પડ્યા હતા. લોકો એ ફોટા પાડી ને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. લોકો આ બાળક ના જન્મ ને કુદરત નો ચમત્કાર ગણાવી રહ્યા છે. આ ફોટા ને સોશિયલ મીડિયા પર ઘણા લોકો એ જોઈ લીધા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!