India

આ વિડીયો જોઈ કૃષ્ણ-વાસુદેવ ની યાદ આવી જશે..ગળાડૂબ પાણી માં નાના બાળક ને ટબ માં સુવરાવી ટબ માથે મૂકી ને…જુઓ વિડીયો.

Spread the love

આખા ભારત માં આજે વરસાદ નો માહોલ ખુબ જ જોરદાર જામેલો છે. પર્યટકો વરસાદ ની મજા માણવા મોટા મોટા તળાવો ડેમો કે ધોધ ના સ્થળો પર ભરે ઉમટી પડતા હોય છે. ઘણા લોકો વરસાદ ની મજા લેવા રસ્તા પર કાર લઇ ને કે ગાડી લઇ ને લોન્ગ ડ્રાઈવ પર નીકળી પડતા હોય છે. અને એક બાજુ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં ઘણા લોકો વરસાદ ના પાણી ની વચ્ચે જીવન સામે લડી રહ્યા છે. ગળાડૂબ પાણી માં લોકો ભારે મુસીબતે રસ્તો પાર કરતા જોવા મળે છે.

એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ શેર થતો જોવા મળે છે. આ વિડીયો પેડ્ડાપલ્લી જિલ્લા ના મંથ ની શહેર નો છે. આ વિસ્તાર માં એટલું બધું પાણી જમા થઇ ગયું હતું કે, લોકો ને ઘર માંથી બહાર નીકળવું મુશ્કિલ થઇ પડ્યું હતું. એવામાં રાહત અને બચાવ ના લોકો મદદે આવ્યા હતા. વિડીયો માં જોઈ શકાય છે કે, એન નાના બાળક ને એક ટોપલામાં નાખીને મહામુસીબતે બહાર કાઢવામાં આવે છે.

વિડીયો માં જોઈ શકાય છે કે, લોકો ધીરે ધીરે ઊંડા પાણી માં ઉતરે છે. એવામાં જેમ જેમ દૂર જાય છે તેમ તેમ લોકો ના ગળા સુધી પાણી આવી ગયું હતું. એવામાં એક બચાવકાર્ય માં જોડાયેલ એક વ્યક્તિ એ નાના બાળક ને પ્લાસ્ટિક ના ટબ માં સુવરાવેલો છે. અને તે ટબ ને માથે મૂકી ને ગળાડૂબ પાણી માં હેમખેમ બાળક ને બહાર કાઢતા જોવા મળે છે. સાથે સાથે એક બહેન પણ ચાલે છે કદાચ આ નાના બાળક ની માતા હોય શકે છે…જુઓ વિડીયો.

આ વિડીયો જોઈ ને લોકો અવનવી કોમેન્ટો આપી રહ્યા છે. લોકો આ વિડીયો જોઈ ને ખુબ ભાવુક થઇ રહ્યા છે. સાથેસાથે તે વ્યક્તિ ના પણ વખાણ કરી રહ્યા છે કે, જેણે બાળક ને બચાવવા પોતાના જાન ની બાજી લગાવી દીધી છે. દેશ માં હાલ ખુબ જ આવા ભયાનક વિડીયો સામે આવ્યા કરે છે. જેમાં લોકો ના ઘરો અને ક્યારેક તો લોકો પોતે જ પાણી માં તણાય જતા જોવા મળે છે. આખા ભારત માં વરસાદી માહોલ થી લોકો નું જીવન અસ્તવ્યસ્ત થઇ ચૂકેલું જોવા મળે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *