સોમનાથ રેલવે સ્ટેશન ને અપાશે નવું રૂપ ! રેલવે સ્ટેશને પહોંચતા ભક્તો ને થશે દિવ્યાનુભૂતિ..શું છે ખાસ જુઓ ફોટા…
ભારત માં આવેલા જ્યોતિર્લિંગો પૈકી નું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ જે ગુજરાત માં આવેલું છે. સોમનાથ મહાદેવ દાદા ના દર્શન કરવા આખા ભારત માંથી લોકો આવે છે. સોમનાથ મંદિર પાછળ અનેક કથાઓ જોડાયેલી છે. ઘણા વિદેશી લોકો એ સોમનાથ પર ઘણા વર્ષો પહેલા હુમલાઓ પણ કર્યા અને લૂંટી ગયા હતા. પરંતુ, આજના સમય માં સોમનાથ દાદા ના મંદિર ને વિશેષ રૂપ અપાય ગયું છે. વર્ષે ને વર્ષે સોમનથ મંદિર ને અત્યાધુનિક બનાવામાં આવી રહ્યું છે. જેથી ભક્તો સરળતાથી અહીં પહોંચી શકે.
હાલ માં સોમનાથ માં આવેલા રેલવે સ્ટેશન ને અત્યાધુનિક રૂપ આપવા માટેની કામગીરી શરુ કરવામાં આવી રહી છે. એની પહેલા સોમનાથ મંદિર ના અને દરિયાકિનારા પાસે એક ચાલવા માટે રસ્તો પણ બનાવામાં આવ્યો હતો. અનેક ઘણા કામો સોમનાથ દાદા ના મંદિર માં કરવામાં આવ્યા હતા. હવે સોમનાથ ના રેલવે સ્ટેશન ને અત્યાધુનિક બનાવવા માટે ટેન્ડર પણ મંગાવામાં આવી રહ્યા છે.
આ રેલવે સ્ટેશન ને ખાસ રૂપ થી તૈયાર કરવામાં આવશે. જયારે દર્શનાર્થી રેલવે સ્ટેશને પહોંચશે ત્યારે લોકો એ એવો અહેસાસ થશે કે, તે લોકો સોમનાથ મંદિરે જ પહોંચી ગયા છે. એટલે કે, આ નવા રેલવે સ્ટેશન ની છત પર મન્દીર ના ઘુમ્મ્ટ જેવી ડીસાઈન થી તૈયાર કરવામાં આવશે. આખા રેલવે સ્ટેશન નું બિલ્ડીંગ સોમનાથ મંદિર ના વારસાને પ્રદર્શિત કરતું બનાવવામાં આવશે. અને અહીં પ્લેટફોર્મ ની સંખ્યા પણ વધારવામાં આવશે.
આ રેલવે સ્ટેશન ને તૈયાર કરવામાં બે વર્ષ જેટલો સમય લાગશે. આ રેલવે સ્ટેશન ના અપગ્રેશન માટે લગભગ 134-કરોડ રૂપિયા નો ખર્ચ થવાની સંભાવનાઓ છે. આ સાથે જ ભવિષ્ય માં રેલવે સ્ટેશન ને ગુજરાત ની જી.એસ.આર.ટી.સી. સાથે પણ જોડવામાં આવશે. જેથી મુસાફરો ને સરળતા રહે. આમ મુસાફરો ની સુવિધા માટે હવે સોમનાથ ને નવું રૂપ આપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!