મેરા ભારત મહાન ! આ ભારતીય શિક્ષિકા એ અમેરિકન શિક્ષકો ને ભારતીય વેશ માં સંગીત ના તાલે ઝુમાવી દીધા..જુઓ વિડીયો.
આપણા સમાજ માં બાળકો ને મુખ્ય બે સ્થાનો એ થી ખુબ સંસ્કારો મળી રહે છે. જેમાં એક છે બાળક નું પોતાનું ઘર અને બીજું છે તેની સ્કૂલ. આ બે જગ્યા એવી છે કે, જ્યાં બાળકો ભરપૂર માત્રા માં પોતાના જીવન માં ખુબ આગળ વધી શકે તે માટેની પ્રેરણા મળી રહે છે. સ્કૂલ માં અભ્યાસ કરતા શિક્ષકો જો સાર હોય તો બાળક ને એની નવી ઊંચાઈ સુધી પહોંચાડી દેતા હોય છે. ભારત માં એક એવા જ શિક્ષિકા ઘણા સમય થી લાઈમલાઈટ માં રહે છે.
આ શિક્ષિકા નું નામ છે મનુ ગુલાટી. આ શિક્ષિકા એવા છે કે, બાળકો ને એટલી બધી શિક્ષા આપે છે કે રમતા રમતા ગ્રહણ કરી લે છે. એટલે કે શિક્ષણ સાથે જીવન ના પાઠ પણ શીખવાડે છે. બાળકો ના પણ પ્રિય શિક્ષિકા છે. લોકો આ શિક્ષિકા ને અનુસરવા તેના સોશિયલ મીડિયા ના ઇન્સ્ટાગ્રામ ના એકોઆઉટ પર ફોલોવ પણ કરે છે. હાલમાં મનુ ગુલાટી એ ફરી એક વિડીયો મુક્યો છે.
આ વિડીયો માં મનુ ગુલાટી અમેરિકન શિક્ષકો ને ટ્રેનિંગ આપતા જોવા મળે છે. દિલ્હી ની સરકારી સ્કૂલ માં અંગ્રેજી ભણાવતા આ શિક્ષિકા બાળકો ના પ્રિય છે. હાલમાં અમેરિકન શિક્ષકો ને અંગ્રેજી ગીત પર ઝુમાવી દીધા હતા. પોતાની ટ્રેનિંગ ના ભાગ રૂપે અમેરિકન શિક્ષકો ને અંગ્રેજી ગીત પર ઝુમાવી દેનાર મનુ ગુલાટી એ વિડીયો શેર કરતા કેપશન માં લખ્યું કે, ”ભારતીય સ્કૂલો માં અમેરિકન શિક્ષકો ને તેમના ક્લાસ રૂમ માં સંગીત નો ઉપયોગ કરવાની તાલીમ. યુ.એસ.એ ના ફુલબ્રાઇટ-નહેરુ અંગ્રેજી શિક્ષણ સહાયક સાથે સંગીત અને નૃત્ય દ્વારા કાર્ય આધારિત ભાષા શિક્ષણ ની ઝલક”…જુઓ વિડીયો.
View this post on Instagram
મનુ ગુલાટી ના આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ઘણીવાર બાળકો ની સાથે બાળક બની કલાસરૂમ માં ડાન્સ ના વિડીયો પણ શેર કરતા જોવા મળે છે. આ વિડીયો જોઈ ને લોકો ને પણ આ શિક્ષિકા પ્રત્યે માન વધી ગયું છે. અને તેના વિડીયો ને ખુબ જ પસંદ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!