રુંવાટા બેઠા કરી દેતો અકસ્માત ! એમ્બ્યુલન્સે એવી ભયંકર રીતે પલ્ટી મારી કે જોઈ ને આંખો થઇ જશે પોળી…જુઓ વિડીયો.
આજકાલ ભારત માં વરસાદે ભારે તબાહી મચાવી દીધી છે. એવામાં ભારત ના ઘણા વિસ્તારો ના એક્સીડંટ ના ભયંકર ભયંકર વિડીયો સામેં આવે છે. વરસાદ ના કારણે રોડ-રસ્તા ભીના થઇ જતા લોકો ગાડી અને કાર નું બેલેન્સ ગુમાવી દે છે. જેના લીધે લોકો અકસ્માત નો ભોગ બનતા હોય છે. એવો જ એક ભયંકર વિડીયો કર્ણાટકા રાજ્ય માંથી સામે આવ્યો છે. જ્યાં એક ટોલપ્લાઝા પર એક એમ્બ્યુલન્સ એવી ભયંકર રીતે સ્લીપ ખાય બેસી કે જોવાવાળા ના રૂવાંટા બેઠા થઇ જાય.
કર્ણાટકા ના ઉડુપી જિલ્લા ના કુંડાપુર તાલુકા પાસે આવેલ એક ટોલપ્લાઝા પર આ ઘટના બની હતી. વિડીયો માં જોઈ શકાય છે કે, દૂર થી એમ્બ્યુલન્સ ને જોઈ ને ટોલ પર ના કર્મચારીઓ ફટાફટ વચ્ચે રહેલ અડચણો દૂર કરવા લાગે છે. પહેલા તો ટોલ પર બહાર ના ભાગે જે અડચણો હતી તેને હટાવવામાં આવી હતી. અને ત્યારબાદ એમ્બ્યુલન્સ ને રસ્તો આપવા માટે એક કર્મચારી એ ઓટોમેટિક બેરીયર ને ખોલી દીધું. અને ત્યાર બાદ બીજા બે લોકો અંદર લાગેલા બેરીયર ને ખેંચે છે. ત્યારે જ એમ્બ્યુલન્સ સાથે એવી ઘટના બની કે…જુઓ વિડીયો.
कर्नाटक के Udupi में टोल प्लाजा पर एक Ambulance का हुआ दिल दहला देने वाला एक्सीडेंट, 4 लोगों के घायल होने की खबर #Karnataka #TollPlazaAccident pic.twitter.com/T8NAnuaTiQ
— Zee News (@ZeeNews) July 20, 2022
એમ્બ્યુલન્સ ની સ્પીડ એટલી બધી વધુ હતી કે, એમ્બ્યુલન્સ સ્લીપ ખાઈ બેસી ત્યાંથી લગભગ 10-મીટર દૂર બેરીયર હટાવી રહેલા વ્યક્તિ સાથે જય ને અથડાય ગઈ હતી. જોતજોતામાં આખી એમ્બ્યુલન્સ પલ્ટી મારી ગઈ હતી. આ દુર્ઘટના માં ઘણા લોકો ઝડપે આવી ગયા હતા. એમ્બ્યુલન્સ જેવી પલ્ટી મારી કે પાછળ નો દરવાજો ખુલી ગયો અને તેમાં રહેલા લોકો ધડામ કરતા બહાર પડ્યા હતા.
આ આખી ઘટના ટોલપ્લાઝા પર લાગેલા સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી. આ ઘટના 20-જુલાઈ ના રોજ બની હતી. શરૂઆત માં જાણવા મળ્યું કે, આ ઘટના માં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક્સીડંટ ખુબ જ ભયંકર રીતે થયું હતું. આવા અનેક એક્સીડંટ ના વિડીયો આપણને જોવા મળતા હોય છે. જેમાં ક્યારેક તો લોકો ના મૃત્યુ પણ થઇ જતા હોય છે.