મુંબઈ- વરસતા વરસાદ માં છત્રી ના સહારે અભિનેત્રી ‘મલાઈકા અરોરા’ દોડતી નજરે પડી…જુઓ વિડીયો.
બૉલીવુડ ની અભિનેત્રી મલાઈકા અરોરા સમાચારો ની હેડલાઈન માં ખુબ જ જોવા મળે છે. હાલ વરસાદી માહોલ છે એમાં પણ મલાઈકા અરોરા નો ફરી એક ધમાકેદાર વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયેલો જોવા મળે છે. મલાઈકા અરોરા બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં પોતાના અલગ અંદાજ અને તેની ફેશન સેન્સ ને લીધે ખુબ નામ કમાય ચુકી છે. પોતાના બોડી ને ખુબ જ સારી એવી રીતે મેન્ટન કરેલું છે કે, લોકો ને પણ તે ટિપ્સ આપતી હોય છે.
આખા ભારત માં વરસાદ જામેલો છે. તેમાં મુંબઈ પણ વરસાદી પાણી થી તરબતોળ થયેલું જોવા મળે છે. એટલા બધા વરસાદ માં પણ મલાઈકા અરોરા પોતાના ફિટનેસ નું ખુબ જ ધ્યાન રાખે છે. ધોધમાર વરસાદ ની વચ્ચે પણ તે જિમ જવાનું ચુકી નથી. વરસતા વરસાદ માં છત્રી ના સહારે મલાઈકા અરોરા જિમ જતા જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ લોકો પસંદ કરી રહ્યા છે…જુઓ વિડીયો.
View this post on Instagram
મલાઈકા અરોરા પોતાની ફેશન ટ્રેન્ડ ને લીધે ખાસ નામ કમાય ચુકી છે. તે બૉલીવુડ માં ફેશન સેન્સ દ્વારા ફેશન ટ્રેન્ડ ને સેટ કરતી હોય છે. હાલમાં જ મલાઈકા અને તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને મોસ્ટ સ્ટાઇલિશ કપલનો એવોર્ડ પણ મળ્યો છે. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન સાથે છૂટાછેડા પછી મલાઈકા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
તાજેતરમાં જ તેમના લગ્નના સમાચાર પણ સામે આવ્યા હતા. જો કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરીને પોતાના સંબંધોમાં એક પગલું આગળ વધારવાનું વિચાર્યું છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર કદાચ આવતા વર્ષે લગ્ન કરી શકે તેવું બહાર આવવા પામ્યું છે. અર્જુન કપૂર પણ બૉલીવુડ ની દુનિયા માં અલગ જ નામ કરી ચૂકેલ છે. આમ હવે જોવાનું રહ્યું કે, શું ખરેખર અર્જુન કપૂર અને મલાઈકા લગ્ન કરશે કે નહીં.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.