6-વર્ષ ની બાળકી સામે તેના માતા-પિતા ની થઇ હત્યા..હત્યા કરનાર પત્ની નો પ્રથમ પતિ જ નીકળ્યો…વધુ વિગતે જાણો.
આપણા સમાજ માં ઘણા એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે, જેને સાંભળીને આપણે હચમચી જતા હોઈએ. ક્યારેક પ્રેમ-પ્રકરણ માં કોઈ આપઘાત નો કેસ અથવા તો પ્રેમ પ્રકરણ માં કોઈ ની હત્યા થવાના અનેક કેસો રોજબરોજ સામે આવતા રહે છે. એવો જ એક કેસ મધ્ય પ્રદેશ થી સામે આવ્યો છે. જેમાં એક પત્ની એ તેના પતિ ને છોડી ને બીજા સાથે લગ્ન કરી લીધા હતા. થોડા સમય પછી પહેલા પતિ એ તેની પત્ની અને તેણે જેની સાથે લગ્ન કર્યા હતા તેની હત્યા કરી નાખી હતી.
વધુ વિગતે જાણી એ તો, આ સમગ્ર ઘટના બાબતે અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી આલોક શ્રીવાસ્તવે જણાવ્યું કે, આરોપી સુનિલ માલવીય કે જે, શમશાબાદ માં રહેતો હતો. સુનિલ પ્રાયવેટ કંપની માં જોબ કરતો હતો. સુનિલે 6-વર્ષ પહેલા રચના (મૃતક) ની સાથે નોટીરાઈઝ લગ્ન કર્યા હતા. લગ્ન સમયે રચના ગર્ભવતી હતી. ત્યારબાદ રચના એ બાળકી ને જન્મ આપ્યો જે હાલ માં 6-વર્ષ ની છે. સુનિલ દ્વારા રચના ને બે વર્ષ નો બાળક પણ છે.
પરંતુ થયું કંઈક એવું કે, સુનિલ ની પત્ની રચના ત્રણ મહિના પહેલા તેના દૂર ના કોઈ સંબંધી રાજેદ્રસિંહ સાથે મુલાકાત કરી. આ બાદ રચના એ રાજેન્દ્ર સાથે ભોપાલ માં લગ્ન કરી લીધા હતા. રાજેન્દ્ર અને રચના બને અશોકા ગાર્ડન સમેરામાં રહેતા હતા. રચના તેની 6-વર્ષ ની પુત્રી ને પણ સાથે રાખતી હતી. આ વાત થી રચના નો પહેલો પતિ સુનિલ ગુસ્સે ભરાયો હતો. તે ઘણા સમય થી રચના ને શોધી રહ્યો હતો.
સુનિલ ને જાણ થઇ કે, રચના રાજેન્દ્ર સાથે અશોકા વિસ્તાર માં રહે છે. એટલે તે ત્યાં આવી ગયો.સુનિલ લગભગ મહિના થી બને પર નજર રાખીને બેઠ્યો હતો. એવામાં સોમવારે સાંજે 5-વાગે સુનિલે સેમરા પાસે ગયો જયારે રચના અને રાજેન્દ્ર બહાર નીકળ્યા ત્યારે બને ને ઉભા રાખ્યા. રચના ને સુનિલે ઘરે આવવા કહ્યું પણ તેણે ના પાડી દીધી. સુનિલ અને રચના વચ્ચે બોલાચાલી બાદ સુનિલે બાઈક ને ધક્કો મારી ને પાડી દીધી. આ સમયે રચના ની 6-વર્ષ ની પુત્રી પણ તેની સાથે હતી.
6-વર્ષ ની પુત્રી ની સામે સુનિલે રાજેન્દ્ર અને રચનાની હત્યા કરી નાખી હતી. ચાકુ ના ઘા મારી ને તે નાસવાની કોશિશ કરતો હતો. એવામાં ત્યાંના લોકો એ તેને પકડી લીધો હતો. અને તેને ખુબ માર્યો હતો. બાદ પોલીસ ને હવાલે કર્યો હતો. આ બાબતે રચના ની 6-વર્ષ ની પુત્રી એ જ્યાં તે ઘટના બની તે બધી વાત ઇન્ટરવ્યૂ માં કહી હતી. પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું કે, સુનિલે રવિવારે ત્યાંના છોલા મન્દીર પાસે થી ચાકુ ખરીદી હતી. રવિવાર થી જ સુનિલે હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!