India

કાંચા પતરાં ના મકાન માં રહેનાર આ યુવાન રાતોરાત થઇ ગયો માલામાલ…કહાની જાણી આંખો ફાટી જશે…

Spread the love

આજે ભારત ના યુવાઓ માં ખાસ એક ટ્રેન્ડ જોવા મળે છે. તે ટ્રેન્ડ એ છે કે યુવાઓ સૌથી વધુ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માંગે છે. અને અવનવા રીલ્સ અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. મહારાષ્ટ્ર ના આ એક યુવાન ની કહાની કંઈક આવી જ છે. આ યુવાન પહેલા પરિવાર સાથે પતરા ના મકાન માં રહેતો હતો. હવે તેની પાસે મોટું ઘર છે મોટો મોટી કાર માં ફરે છે. આ યુવાન ની કહાની કંઈક આવી છે.

મહારાષ્ટ્ર ના સોલાપુર મહોલ્લા માં રહેતા ગણેશ શિંદે ની આ કહાની કંઈક ખાસ છે. ગણેશ શિંદે પહેલા પ્લમ્બર નું કામ કરતો હતો. પરંતુ કોરોના કાળ આવ્યો ત્યારથી તેનું કામ બંધ થઇ ગયું હતું. પહેલા તે અને તેની પત્ની ટિક્ટોક માં રીલ્સ બનાવતા હતા. ભારત સરકારે ટિક્ટોક બેન કર્યા બાદ તેણે યુ-ટ્યુબ પર વિડીયો બનાવવાનું શરુ કર્યું. યુ-ટ્યુબ ના દ્વારા આજે ગણેશ શિંદે લાખો રૂપિયા ની કમાણી કરે છે.

ગણેશ શિંદે પાસે એક સમયે પોતાની પત્ની ની ડિલિવરી કરાવવા માટે રૂપિયા ન હતા આજે તે મોટી મોટી કારો માં ફરે છે. ગણેશ શિંદે ને આમ રાતોરાત પૈસાદાર બનતા જોઈ ને લોકો તેની ઈર્ષા કરવા લાગ્યા કે, આમ બન્યું કઈ રીતે? લોકો તેને ફોન કરીને ધમકી પણ આપવા લાગ્યા હતા. બાદ માં ગણેશ શિંદે એ એક વિડીયો બનાવી ને કહ્યું હતું કે, તે લોકો યુ-ટ્યુબ માં વિડીયો બનાવીને તેમાં આવતી જાહેરાતો ના માધ્યમ થી પૈસા કમાય છે.

આજે ગણેશ શિંદે ના યુ-ટ્યુબ માં ફોલોવર્સ ની સંખ્યા 8-લાખ 5-હજાર છે જયારે ઇન્સ્ટાગ્રામ માં તેના ફોલોવર્સ ની સંખ્યા 2-લાખ 53-હજાર છે. ગણેશ પોતાની યુ-ટ્યુબ ચેનલ માં લેખક, દિગ્દર્શક અને કલાકાર બધું જ છે. ગણેશ ના વિડીયો માં એક નાની બાળ કલાકાર પણ લોકો ની પ્રિય છે. જેનું નામ શિવાની છે અને તેની ઉમર માત્ર ત્રણ વર્ષ ની જ છે.

ગણેશે પોતાની યુ-ટ્યુબ ચેનલ બનાવતા જ તેને જબરો પ્રતિસાદ મળ્યો હતો. આજે તેણે થોડા સમય પહેલા જ ઘર લીધું અને હવે નવી કાર પણ ખરીદી છે. શિંદે ની આ સફળતા બાદ તેના ગામ ના લોકો પણ તેની ભારે ઈર્ષા કરે છે. ગણેશ ના વિડીયો લોકો ને ખુબ જ પસંદ પણ આવતા હોય છે. આમ એક એકે યુ-ટ્યુબ માં વિડીયો બનાવી ને આ યુવાને પોતાનું અને પરિવાર નું જીવન બદલી નાખ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *