સુરત-આચાર્ય ના નામ પર કલંક! આ આચાર્ય એ વિદ્યાર્થી સાથે એવી હેવાનિયત કરી કે..જાણી ની હચમચી જશે…
સુરત ના પુણા માંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. સમાજ માં બાળકો ને મુખ્ય બે સ્થાન એવા છે કે, જ્યાંથી ભરપૂર સંસ્કારો મળી રહે છે. તે એક પોતાનું ઘર અને બીજું છે તેની સ્કૂલ. બાળક ને ઘર બાદ સૌથી વધુ સંસ્કારો તેની સ્કૂલ માંથી મળે છે. જો બાળકો ના શિક્ષકો સારા હોય તો તેને ખુબ જ ઊંચા સ્થાન પર પહોંચાડી દે છે. પણ સ્કૂલ ના શિક્ષકો જ જો બાળકો સાથે દુર્વ્યવહાર કરે તો શું થાય?
એવો જ એક કેસ સુરત ના પુણા વિસ્તાર માંથી સામે આવ્યો છે. જેમાં પુણા ની શાળા નંબર 300 ના આચાર્ય ની એક હેવાનિયત સામેં આવી છે. આ શાળા ના આચાર્ય એ શાળા ના લગભગ 14-વિદ્યાર્થીઓ સાથે જાતીય સતામણી કરી હતી. આ શાળા ના આચાર્ય એ એક બાળક ને એક રૂમ મા તેના કપડાં કાઢી નાખ્યા અને તેના શરીર સાથે અડપલાં કરવા લાગ્યા હતા. વિદ્યાર્થી ના કપડાં કાઢ્યા બાદ તેના હાથ-પગ બાંધી દીધા અને સુવરાવી ને શારીરિક અડપલાં કર્યા હતા.
વિદ્યાર્થી ના કપડાં કાઢી ને તેને દોડાવતા તેના કપડાં સંતાડી દેતા આવી રીતે વિદ્યાર્થી પોતાના કપડાં લેવા આમતેમ દોડતો હતો. પણ તે આચાર્ય ને જરા પણ શરમ જેવી વસ્તુ ના હતી. વધુ વિગતે જાણવા મળ્યું કે, આ આચાર્ય નું નામ નિશાંતકુમાર છે. તે નીલકંઠેશ્વર સોસાયટી માં રહે છે. પોલીસે આ બાબતે તેની સામે પોક્સો એક્ટ ની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ ઘટના નો વિડીયો પણ વાયરલ થયો હતો. આચાર્ય જયારે આ હરકત કરી રહ્યો હતો. ત્યારે આચાર્ય ના કહેવા પર અન્ય વિદ્યાર્થીઓ આ વિડીયો બનાવ્યો હતો. પોલીસ તે 14-વર્ષ ના બાળક ની આ બાબતે પુછપરછ કરી તો બાળક નું કહેવું હતું કે, આ વિડીયો 2-3 વર્ષ જૂનો છે. આ વિડીયો માં આચાર્ય ની કરતૂત બહાર આવ્યા બાદ આચાર્ય ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ બાબતે તપાસ સમિતિ એ વિડીયો ની પુષ્ટિ કરતા જાણવા મળ્યું કે, આ વિડીયો બે-ત્રણ વર્ષ જૂનો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!