બોરસદ- ટ્રેલરે કચડી નાખનાર કોન્સ્ટેબલ ના જીવન ની કહાની ! અભ્યાસ સાથે મોજા-રૂમાલ ની ફેરી કરનાર જવાન ને સલામ…
તાજેતર માં જ ગુજરાત ના આણંદ જિલ્લા માં આવેલા બોરસદ તાલુકા માં એક પોલીસ કર્મી નું એક ટ્રક અડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. વધુ વિગતે જાણી એ તો બુધવાર રાત્રી ના રોજ પોલીસ કોન્સ્ટેબલ કિરણસિંહ રાજ આણંદ ચોકડી પાસે નાઈટ ડ્યુટી માં હતા. આ સમયે તેને એક શંકસ્સ્પદ ટ્રેલર ને આવતા જોયું હતું. કોન્સ્ટેબલ કિરણસિંહ ની ફરજ ના ભાગ રૂપે તેણે તેને ઉભા રહેવા કહ્યું પરંતુ તેના ડ્રાયવરે તેને હંકાવી દીધું.
કિરણસિંહ તેની પોતાની પ્રાયવેટ કાર લઈને તેનો પીછો કર્યો અને તેને ઓવરટ્રેક કરી ને તેને રોકવાનો પ્રયત્ન કર્યો આ બાદ ટ્રેલરે કિરણસિંહ ની ગાડી ઉપર થી ટ્રેલર ચલાવતા કિરણસિંહ ને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું બીજા દિવસે લગભગ 11-કલાક ની સારવાર બાદ મૃત્યુ નિજયુ હતું. આ ઘટના પછી ટ્રેલર નો ડ્રાયવર ફરાર થઇ ગયો હતો પરંતુ ત્યારબાદ તે તેના માલિક સાથે પોલીસ સ્ટેશને હાજર થઇ ચુક્યો હતો. બીજી તરફ કિરણસિંહ ના પરિવાર માં ભારે માતમ છવાયેલો હતો. પરિવાર ના સભ્યો એ ભારે હૈયે અંતિમ સંસ્કાર કર્યો હતો.
કિરણસિંહ ના જીવન ની વાત કરી એ તો, તેણે તેનું જીવન ભારે ગરીબી માંથી પસાર કરેલું છે. તે જ્યારે અભ્યાસ કરતા ત્યારે તે અભ્યાસ સાથે ખેતી અને મજૂરી કામ પણ કરતા હતા. જ્યારે તે કોલેજ માં આવ્યા ત્યારે તે ખર્ચો કાઢવા હાથ રૂમાલ ની ફેરી કરતા હતા. આ ઉપરાંત તેને ડેરી માં કામ કર્યું જ્યાં તે આઈસ્ક્રીમ પેકીંગ નું કામ કરતા હતા. કિરણસિંહ નું પહેલા થી એક જ સપનું હતું કે તે દેશ ની સેવા કરવા આર્મી માં જોડાય સદનસીબે તેની હાઈટ ઓછી હોવાને લીધે તેને આખરે પોલીસ માં ફરજ બજાવી હતી.
કિરણસિંહ નું જીવન લગ્ન બાદ પણ થોડું દુઃખી હતું. એટલે કે, તેમની પત્ની નું પણ હજુ સાત વર્ષ અગાઉ જ મૃત્યુ નીપજ્યું હતું. કિરણસિંહ ને બે બાળકો છે. માતા ના ગયા બાદ પિતાની પણ બાળકો એ છત્રછાયા ગુમાવી દીધી છે. આ બધી વિગતો તેમના નાના ભાઈ ધર્મરાજસિંહે ભારે હૈયે જણાવી હતી. તેમના નાના ભાઈ પણ આણંદ ના પોલીસ વિભાગ માં કોન્સ્ટેબલ ની જ નોકરી કરે છે.
તેમના ભાઈ ધર્મરાજસિંહે જણાવ્યું કે, ‘હું આણંદમાં રહું છું અને મોટા ભાઈ કિરણસિંહ બોરસદમાં રહેતા હતા. મૂળ અમે વાસદ અને અડાસ વચ્ચે આવેલા સુંદાણ ગામના વતની છીએ. અમે ગામડે ખેતરમાં રહીને જ મોટા થયા છીએ. અમારું પોલ્ટ્રી ફાર્મ છે. અમે ગરીબીમાં જ ખેતી અને અન્ય કામ કરીને મોટા થયા છીએ. એન્જોયમેન્ટવાળી કોઈ લાઇફ ક્યારેય જીવી નથી. નાનપણમાં ખેતીકામ, પોલ્ટ્રી ફાર્મનું કામ કરીને શાળાએ જઈને ભણવાનું બસ એટલું જ કર્યું છે. આ સાથે ધર્મરાજસિંહ ઉમેર્યું કે ‘કિરણસિંહનાં પત્નીનું સાત વર્ષ અગાઉ નિધન થયું હતું. તેમને સંતાનમાં બે બાળક છે નાનો નવ વર્ષનો છે, જ્યારે મોટો સોળ વર્ષનો છે. સિવાય પરિવારમાં હું અને મારાં માતા-પિતા છીએ. ઘટના બની એ રાત્રે તેમની નાઈટ ડ્યૂટી હતી ત્યારે સાથે એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ હતા. આર્થિક મદદમાં હાલ સુધીમાં પોલીસ સહાય મળે એ મળી છે. બીજું, ઓનલાઇન પણ લોકો દ્વારા રૂપિયા મોકલવાના ચાલુ છે.’
આ ઉપરાંત તેમના ઉપરી અધિકારી બોરસદ ટાઉન ના પી.આઈ. એ કિરણસિંહ ની બહાદુરી ના વખાણ કરતા જણાવ્યું હતું કે, કિરણસિંહ તેના કામ પ્રત્યે ખુબ જ વફાદાર હતા. કિરણસિંહ માત્ર વફાદર નહીં પરંતુ ઈમાનદાર અને બહાદુ પણ હતા. તેઓએ જણાવ્યું કે, થોડા સમય પહેલા ની વાત છે કે જયારે બોરસદ ટાઉન માં હિન્દૂ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થવાની સંભાવનાઓ હતી. ત્યારે ઘણા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સમયે તેની સાથે કિરણસિંહ અને એન્ય એક વિજય નામના અધિકારી હતા. તેઓએ 4-5 લોકો ને પકડી ને ટોળું વિખેરી નાખ્યું હતું. આ સમયે વિજય ને છરી વાગી ગઈ હતી. ત્યારે કિરણસિંહ તેમને તાત્કાલિક બચાવીને હોસ્પિટલ લઇ ગયા હતા. આમ કિરણસિંહ નું જીવન કપરી પરિસ્થિતિ માં પસાર થયું હતું અને પોતાની ડ્યુટી પ્રત્યે તેઓ વફાદાર હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!