India

માં તે માં ! ‘જોજે બેટા તારા લગ્ન માં સૌથી વધુ હું જ નાચીશ’ આવું કહેનાર માતા જ મૃત્યુ પામ્યા..પુત્ર લગ્ન માં ધ્રુસકે ધ્રુસકે…

Spread the love

સમાજ માં કોઈ પણ વ્યક્તિ ના માતા-પિતા જ એવા વ્યક્તિ છે કે જે પોતાના સંતાનો કોઈ કાર્ય માં આગળ વધે તો તેની તે ઈર્ષા કરતા હોતા નથી. પરંતુ જયારે માં છોડી ને અચાનક ચાલી જાય છે ત્યારે તેની ખોટ કેટલી પડે તે આ દીકરા એ જણાવ્યું હતું. દીકરા ના લગ્ન પહેલા તેની માતા એ કહ્યું હતું કે, તારા લગ્ન માં સૌથી વધારે તે જ નાચશે. પરંતુ માતા દીકરા ના લગ્ન પહેલા જ ભગવાન ના ઘરે પહોંચી ગયા.

આ એક પુત્ર ની કહાની છે જે તેના લગ્ન ના દિવસે સૌથી વધુ તેની માતા ને યાદ કરી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. પુત્ર જણાવ્યું કે, તેના લગ્ન અગાઉ તેના રોકાના દિવસે માં એ તેને કહ્યું હતું કે, ગુરુ બેટા તું જોજે તારા લગ્ન માં હું જ વધારે નાચીશ. તે તેની પુત્ર વધુ ને આવકારવા માટે અતિઉત્સાહિત હતા. દીકરા ના લગ્ન ની તૈયરીઓ ધૂમધામ થી થઇ રહેલી હતી. 10-દિવસ પહેલા પુત્રવધુ ઘરે આવી ત્યારે બધા આખીરાત જાગીને એકબીજા સાથે સમય પસાર કર્યો હતો.

પુત્ર એ કહ્યું કે, તેના રોકા ને એક મહિના કરતા પણ ઓછો સમય હતો ત્યારે માતા ને તીવ્ર પેટ માં દુખાવો ઉપડ્યો હતો. ડોક્ટર પાસે લઇ જતા ડોક્ટરે કહ્યું કે, તેમને આંતરિક ઈજાઓ છે. જાણવા મળ્યું હતું કે, તેની માતા થોડા સમય પહેલા ખુરશી પરથી પડી ગયા હતા. પરંતુ ત્યારપછી ની ઈજાઓ નો ખ્યાલ તેમને રહ્યો ન હતો. બાદ માં તેમને હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યાં દીકરો રોકાવાની જીદ કરતો હતો. માતા એ કહ્યું જા બેટા તું ઘરે જા. અને ત્યારબાદ પરિવાર ના લોકો ઘરે ચાલ્યા ગયા. માત્ર પિતા અને ફઈ જ હોસ્પિટલ રહ્યા હતા.

ત્યારબાદ સવારે વહેલા તેમના પિતા નો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, માતા નું હાર્ટ મોનિટર ખાલી થઇ ગયું છે. આ સાંભળી પુત્ર ને ઘેરો આઘાત લાગ્યો. થોડા સમય માં માતા ના મૃત્યુ ના સમાચાર આવતા જ પુત્ર ને ઘેરો આઘાત લાગ્યો. માતા ના મૃત્યુ બાદ તે એકદમ ખાલી થઇ ચુક્યો હતો. તેને કઈ જ ખ્યાલ આવતો ન હતો. માતા ના અંતિમ સંસ્કાર કઈ રીતે કર્યા તેનો પણ ખ્યાલ ન રહ્યો.

તેમના કાકા-કાકી અને અન્ય પરિવાર ના સભ્યો સાથે રહી ને ભારે હૈયે દિવસો પસાર કરતો. અને ત્યારબાદ દિલ પર માતા નું દુઃખ લઇ ને લગ્ન ની તારીખ આગળ વધારી લગ્ન કરવાનું વિચારી લીધું હતું. લગ્ન ના દરેક પ્રસંગ માં માતા ની યાદ કરી ને ધ્રુસકે ધ્રુસકે રડતો. દરેક વિધિ માં માતા નો ફોટો રાખીને માતા ને આગળ કરતો. તેને જણાવ્યું કે, મંડપ માં તેણે માતા નો ફોટો સાથે રાખ્યો માતા બધું જોતા હશે અને આર્શીવાદ આપતા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *