Gujarat

આ દાદા નીતિન જાની પર થઇ ગયા ગુસ્સે ત્યારબાદ નીતિન જાની એ એવું કર્યું કે..દાદા ની આંખો પણ થઇ ગઈ ભીની..જુઓ વિડીયો.

Spread the love

આજે ગુજરાત ના તમામ લોકો નીતિન જાની એટલે કે ખજુરભાઈ ના નામથી અજાણ્યું નથી. ખજુરભાઈ આજે ગુજરાત ના તમામ ગામડાઓ માં ખૂણે ખૂણે જય ને ગરીબ લોકો ની ખુબ જ સેવા કરે છે. ખજુરભાઈ એ આજ સુધી માં 200 થી પણ વધુ ઘરો ગરીબ લોકો ને બનાવી આપ્યા છે. માત્ર ઘરો બનાવવામાં જ નહીં પણ રસ્તા પર કોઈ ગરીબ કે નિરાધાર લોકો ને જોઈ જાય તો તેની સેવા કરવામાં ત્યાં જ ઉભા રહી જાય છે.

હાલ ફરી પાછો એક વિડીયો ખજુરભાઈ એ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે રીતે એક વૃદ્ધ દાદા ની મદદ કરી ખરેખર ખજુરભાઈ ને ધન્ય છે. ખજુરભાઈ રસ્તા પર થી પસાર થતા હોય છે ત્યારે એક લઘરવઘર દાદા કે જે, પેટ નો ખાડો પુરવા રસ્તા પર મકાઈ ના ડોડા વહેંચી રહ્યા હોય છે. ખજુરભાઈ એ તેની કાર ઉભી રાખી દાદા ને બોલાવ્યા અને કીધું શું ભાવ છે મકાઈ નો? દાદા એ કહ્યું 40-રૂપિયા ની કિલો.

નીતિન ભાઈ એ કહ્યું કંઈક ઓછું કરો ને દાદા એ કહ્યું તમારે કેટલી જોવે છે. નીતિનભાઈ એ કીધું કેટલી છે તમારી પાસે? દાદા કહે છે 4-કિલો. નીતિનભાઈ 4-કિલો મકાઈ લેવા તૈયાર થયા અને દાદા ને કીધું હવે કાઈ ઓછું કરો. દાદા કે 160 થાય તમે 150 રૃપિયા આપજો. દાદા પછી મકાઈ ના ડોડા આપે છે. નીતિનભાઈ ફરી બોલ્યા કંઈક ઓછું કરો ને દાદા થોડા સમય ગુસ્સે થઇ ગયા તે કહે છે મેં 10-રૂપિયા ની ખોટ ખંધી તમે કાઈ ખોટ ખંધી? આ પછી નીતિનભાઈ એ એવું કર્યું કે…જુઓ વિડીયો.

નીતિનભાઈ એ દાદા ને 100-રૂપિયા ની નોટો નું બંડલ કાઢીને આપ્યું અને કહ્યું આ રાખો અને કહયું કે આ 10-હજાર રૂપિયા છે. અને કહ્યું બરાબર ને દાદા પણ મુંજાય ગયા અને કહ્યું બરાબર. નીતિનભાઈ કે ગણી લ્યો દાદા કહે કે, ભગવાન ગણે છે તમે કહો તેમ. ખજુરભાઈ જતા જતા દાદા ને કહે છે હવે ઘરે જય ને શું કરશો? દાદા કહે છે કે, ખાઈ પીય ને સુઈ જઈશ. દાદા નીતિનભાઈ ને કહે છે કે, કઈ તકલીફ થઇ હોય તો માફ કરજો. દાદા ના મોઢા પર આનંદ પણ સ્પષ્ટ દેખાય પડે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *