હરિયાણા- હાઇવે પર કાર માં લાગી ભયાનક આગ ત્રણ યુવાનો ત્યાં જ બળી ને ભડથું..સામે આવ્યું મોટું કારણ…
રોજબરોજ આખા ભારત માં ઘણા લોકો અકસ્માત નો ભોગ બની મૃત્યુ ને ભેટતા હોય છે. રોજબરોજ એવા એવા અકસ્મત ના કેસો સામે આવે છે કે સાંભળી ને આપણા રુંવાટા બેઠા થઇ જાય. એવો જ એક ભયંકર કેસ હરિયાણા માંથી સામે આવ્યો છે જેમાં એક કાર માં સવાર છ લોકો પૈકી ના ત્રણ યુવાનો તો ઘટના સ્થળ પર જ મૃત્યુ ને ભેટ્યા હતા. અકસ્માત માં કાર એક સિમેન્ટ ના બ્લોક સાથે અથડાતા ત્રણ યુવાનો કાર માં જ બળી ને ભડથું થઇ ગયા હતા.
વધુ વિગતે જાણવા મળ્યું કે, બુધવારે રાત્રે અઢી વાગ્યા ના સમયે કાર માં છ વિદ્યાર્થીઓ હરિદ્વાર જય રહ્યા હતા. આ સમયે રાત્રી ના અઢી વાગ્યે તે લોકો ની કાર જાલર-મેરઠ હાઇવે પર પહોંચી ત્યાં આગળ હાઇવે નું કામ ચાલી રહ્યું હોય ત્યાં સિમેન્ટ ના મોટા મોટા બ્લોક મુકવામાં આવ્યા હતા. રાત ના અંધારામાં સિમેન્ટ ના બ્લોક પર એવું કોઈ નિશાન પણ હતું નહિ કે, જેથી રાત માં તેને જોઈ શકાય.
આથી આ વિદ્યાર્થીઓ ની કાર પુરપાટ ઝડપે સિમેન્ટ ના બ્લોક સાથે ધડાકાભેર અથડાતા કાર માંથી આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ યુવાનો તો ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. મૃતક યુવાનો માં પુલકિત, સંદેશ અને રોહિત નામ જાણવા મળ્યા હતા. આ ત્રણેય મૃતક યુવાનો MBBS ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
આ અકસ્માત માં અન્ય ત્રણ યુવાનો જેમાં અંકિત, નરવીર અને સોમવીર ગંભીર રીતે દાઝી જતા તેઓ ને ગંભીર હાલત માં સારવાર અર્થે PGIMS માં એડમિટ કરવામાં આવ્યા હતા. મૃતક ના પરિવારે આ બાબતે NHAI અને રસ્તા નું કામ કરી રહેલ અધિકારીઓ ની બેદરકારી પ્રત્યે ફરિયાદ નોંધાવી હતી. મૃતક રોહિત ના પિતા એ જણાવ્યું હતું કે, તેનો પુત્ર તેની કાર લઇ ને મિત્રો સાથે હરિદ્વાર જય રહ્યો હતો. તેમને જણાવ્યું કે, રાત ના અંધાર માં રસ્તા પર રીફલેકટર પણ ન હતું કે સાઈન બોર્ડ પણ લગાવેલા ન હતા. આમ અધિકારીઓ ની બેદરકારી નો ભોગ નું આવું મોટું પરિણામ આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!