1-બેડું પાણી ભરવા માટે આ મહિલાઓ પોતાનો જીવ હાથ માં લઈને ચાલે છે…નાની એવી ભૂલ તેનો જીવ લઇ લે..જુઓ વિડીયો.
દેશ માં આજે વરસાદ થી હાહાકાર ની પરિસ્થિતિ સર્જાય છે. ચારેબાજુ બસ પાણી જ પાણી જોવા મળે છે. કેટલાક લોકો એવા છે કે પાણી ની વચ્ચે પોતાના જીવન-મૃત્યુ ની સામે ઝઝૂમી રહ્યા છે તો કેટલાક લોકો એવા છે કે વરસતા વરસાદ ની મોજ માણવા રસ્તા પર નીકળી પડતા હોય છે. ભારત માં ઘણા લોકો કેવી કપરી પરિસ્થિતિ માં જીવન જીવે છે તે તમે આ વિડીયો માં જોઈ શકશો. આ બહેનો નો જે વિડીયો સામે આવ્યો છે તેના જીવન માં રહેલ મુશ્કિલ જોઈ ને ચોકી ઉઠશે.
આ વરસાદ ની સીઝન માં બધા નદી, નાળા, તળાવો બધું જ પાણી થી ઓવરફ્લો થઇ ગયું છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે ત્રણ બહેનો પોતાના માથા પર પાણી ના બેડા મૂકીને એક નદી ના ધસમસતા પ્રવાહ ને પાર કરી રહી છે. પીવાના પાણી ની કિંમત એટલી છે કે એક નદી ને પાર કરવા માટે નદી ની વચ્ચે એક લાંબા લાકડાના પરથી પસાર થવું પડે છે. માથે બેડા મૂકીને આ મહિલા વગર સહારે પોતાના જીવન ને જોખમ માં મૂકીને નદી પાર કરતી જોવા મળે છે..જુઓ વિડીયો.
View this post on Instagram
નીચે થી નદી નું ધસમસસ્તું પાણી વહી રહ્યું છે લાકડી ના સહારે આ મહિલાઓ ને કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે. મહિલા નીડર રહીને નદી પાર કરતી જોવા મળે છે. ભારત માં આવા અનેક એવા ગામો છે કે જ્યાં પીવા માટે લોકો આવી કપરી પરિસ્થિતિ માંથી પસાર થાય છે. મહિલાઓનો આ વિડિઓ ઈન્સ્ટાગ્રામ પર rvcjinsta નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. પોસ્ટ કરીને લખ્યું છે – ‘જીવન સંઘર્ષથી ભરેલું છે.’ ઈન્સ્ટાગ્રામ પર રસ્તો ક્રોસ કરતી મહિલાઓનો આ વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. હાલ વરસાદ ના માહોલ માં આવા ભયંકર ભયંકર દ્રશ્યો સામે આવતા જોવા મળે છે. જેમાં લોકો ક્યારેક નદી નાળા માં પોતાના જીવન સામે લડી રહ્યા હોય છે. તો કેટલાય લોકો મૃત્યુ પામતા હોય છે. એવા ઘણા દ્રશ્યો સામે આવતા હોય છે કે લોકો જોઈ ને સ્તબ્ધ થઇ જતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.