આ છે ભારત નો છેલ્લો રસ્તો ! સમુદ્ર ની વચ્ચે આવેલ શિવલિંગ ના કરો દિવ્ય દર્શન…જુઓ પૂરો વિડીયો.
આપણો ભારત દેશ આજ ના સમય માં પોતાના નામ નો ડંકો વગાડી રહ્યો છે. દિવસે ને દિવસે ભારત પ્રગતિ કરી રહ્યું છે. ભારત ના લોકો આદિ અનાદિકાળ થી જ ભગવાન ની પૂજા-અર્ચના કરતા આવ્યા છે. ભારત માં એવા ઘણા બધા મંદિરો આવેલ છે કે જે ઘણા વર્ષો અગાઉ ના રાજા-મહારાજાઓ એ બનાવ્યા હતા. આજે આ મંદિરો કે એવા તમામ સ્થાપત્યો ને જોવા એ એક લ્હાવો છે. તેની કલાકારી બેનમૂન હતી. શું તમે જાણો છો કે ભારત ને સૌથી છેલ્લો રસ્તો કઈ દિશામા આવેલો છે?
ભારત દેશ નો છેલ્લો રસ્તો જે કિનારે આવેલ છે તેનો નજારો જોઈ ની લોકો અભિભૂત થઇ જાય છે. કારણ કે તે જગ્યા નું સૌંદર્ય લોકો ના મન ને હરિ લે છે. ભારત દેશ નો છેલ્લો રસ્તો જોતા જ આપણને ભગવાન ની શિવલિંગ ના દર્શન થાઇ છે. આ છેલ્લો રસ્તો ભારત ના દક્ષિણ ના રાજ્ય તામિલનાડુ ના ધનુષકોડી માં આવેલ છે. જેનો એક સુંદર વિડીયો વાયરલ થયો છે. નજારો લોકો ને આકર્ષક અને અભિભુત કરી દે છે..જુઓ સુંદર વિડીયો.
Dhanushkodi – The last road of Bharat pic.twitter.com/ZZcCHgEOrA
— Colours of Bharat (@ColoursOfBharat) July 24, 2022
આકાશમાંથી આ નજારો જોતા આપણને શિવલિંગ ના આકાર ના દર્શન થતા જોવા મળે છે. આ છેલ્લો રોડ ભારત અને શ્રીલંકા દેશ વચ્ચે જમીન સરહદ ધરાવે છે. જે પાકિસ્તાની સ્ટ્રેટ માં તેરી ના ટેકરા પર જોવા મળે છે. આ ભારત દેશ નો છેલ્લો રસ્તો છે. લોકો મોટી સંખ્યામાં આ નજારા નો લ્હાવો લેવા આવે છે. આ સ્થળ પર ચારેબાજુ બસ પાણી જ પાણી જોવા મળે છે. લોકો માટે આ આકર્ષણ નું કેન્દ્ર થઇ ગયું છે.
તામિલનાડુ ના ધનુષકોડી માં આવેલ આ સ્થળ ભારત માટે એક ગૌરવ સમાન છે. તેનો નજારો એટલો અદભુત છે કે જોવાથી આપણું મન મોહિત થઇ જાય છે. આ વિડીયો ટ્વીટર હેન્ડલ માં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. લોકો શિવલિંગ ના દર્શન કરીને અભિભૂત થઇ પડે છે. લોકો કોમેન્ટ માં પણ મહાદેવ ! મહાદેવ ! લખતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!