India

આ વિદ્યાર્થીઓ ના લોહી-લોહી માં ભળેલું છે મહાભારત અને રામાયણ નું જ્ઞાન. આવું જ્ઞાન તો ક્યારેય નહીં જોવા મળે…જુઓ વિડીયો.

Spread the love

આજની એકવીસમી સદી નો યુગ ઇન્ટરનેટ અને ભણતર નો યુગ છે. દિવસે ને દિવસે આજના જમાનામાં અભ્યાસ નું મહત્વ વધતું જ જાય છે. આપણા ભારત દેશ માં પહેલા ના જમાનામાં ઋષિ મુનિઓ પાસે બેસી ને લોકો વેદો અને ઉપનિષદો નો અભ્યાસ કરતા હતા. હવે વેદો, રામાયણ અને મહાભારત ની માહિતી બાળકો ને ભાગ્યે જ ખ્યાલ હોય એવું બને છે. હાલમાં વિદ્યાર્થીઓ ને ખાસ તો અંગ્રેજી વિષય માં વધુ અભ્યાસ કરાવવામાં આવે છે. પણ ભારત માં ઘણી સ્કૂલ ના છોકરાઓ ટેલેન્ટેડ છે કે જેને જુના આપણા સાહિત્યો નું ખુબ જ જ્ઞાન હોય છે. હાલ માં એવા જ બે છોકરા નો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે.

હાલ વાયરલ થયેલા વિડીયો માં બે સ્કૂલ ના વિદ્યાર્થીને મહાભારત અને રામાયણ નું એટલું બધું નાનપણ થી જ જ્ઞાન છે કે, તે લોકો ને જે પણ સવાલ પૂછવામાં આવે તેના તે માત્ર સેકંડો માં જ જવાબ આપી દે છે. ટ્વીટર હેન્ડલ પર વાયરલ થઇ રહેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે, બે સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ને રામાયણ અને મહાભારત વિષે સવાલો પૂછવામાં આવે છે. જેવા સવાલો હજુ આવે કે તરત જ હાજર જવાબ મળી જાય છે. એવું જ્ઞાન તો ભાગ્યે જ જોવા મળે છે..જુઓ વિડીયો.

એક વિદ્યાર્થી ને મહાભાર માં આવતા વિવિધ પાત્રો વિષે ના સંબંધો પૂછવામાં આવે છે જેવા પ્રશ્નો સાંભળે કે વિદ્યાર્થી તરત જ જવાબ આપવા લાગે છે. તો બીજા ને રામાયણ માં આવતા પાત્રો ના સંબંધો વિષે પૂછવામાં આવે છે તે વિદ્યાર્થી પણ ફટાફટ જવાબો આપવા લાગે છે. આ વિદ્યાર્થીઓ ના ટેલેન્ટ ને ખરેખર નમન છે. કે આટલી નાની ઉમર માં એટલું બધું પુરાણા સાહિત્ય નું જ્ઞાન ધરાવે છે.

આ વિડીયો ટ્વીટર હેન્ડલ ના યુઝર વ્યોમકેશે શેર કરેલો છે. લોકો આ વિડીયો જોઈ ને બાળકો ના વખાણ કરી રહ્યા છે. અને સાથે ધન્યતા અનુભવી રહ્યા છે કે હજુ ભારત ની એવી ઘણી સ્કૂલ છે કે જ્યાં ના વિદ્યાર્થીઓ ને રામાયણ અને મહાભાર નું જ્ઞાન જોવા મળે છે. ખરેખર તો ભારત માં વસતા લોકો ને ભારતીય સંસ્કૃતિ અને આવા જુના સાહિત્યો નું જ્ઞાન હોવું જરૂરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *