દર્દનાક ઘટના ! ત્રણ સગી બહેનો એ વૃક્ષ ની ડાળી પર એકસાથે જ…કર્યું એવું કે…
આ જંજટ ભરા જીવન માં લોકો ટકી શકતા નથી. લોકો નાની નાની મુશ્કિલો નો સામનો કરવાને બદલે મોત ને વ્હાલું કરતા હોય છે. મધ્યપ્રદેશ થી એક હચમચાવતી ઘટના સામે આવી છે. એક જ ઘર ની સગી ત્રણ બહેનો એ આપઘાત કરી લેતા પરિવાર માં ભારે શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી. મધ્યપ્રદેશ ના ખંડવાના જાવર પોલીસ સ્ટેશન ના વિસ્તાર ની આ ઘટના છે.
એસ.પી. વિવેક સિંહે સમગ્ર મામલો જણાવતા કહ્યું હતું કે ત્રણ બહેનો સોનુ, સાવિત્રી અને લલિતા નો મૃતદેહ વૃક્ષ પર લટકેલી હાલત માં મળ્યો હતો. આ ઘટના મંગળવાર મોડી રાત્રે બની હતી. પોલીસ ને રાત્રે 2.30 વાગ્યા ની આસપાસ જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહો ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
મૃતક ત્રણ બહેનો ના પિતા જામ સિંહ નું પણ નિધન થઇ ચૂકેલું છે. પરિવાર માં 5-બહેનો અને 3-ભાઈઓ છે. સૌથી મોટી બહેને જણાવ્યું હતું કે, આ ઘટના ના થોડા સમય પહેલા જ ત્રણેય બહેનો ની વાત થઇ હતી. અને તે તેને મળવા બોલાવતી હતી. જેમાંથી મૃતક મોટી બહેન 23-વર્ષીય સોનુ એસ.એન કોલેજ માં અભ્યાસ કરતી હતી. તેનાથી નાની 21-વર્ષીય સાવિત્રી ના 3-મહિના પહેલા જ હજુ લગ્ન થયા હતા.
જયારે 19-વર્ષીય લલિતા એ અભ્યાસ છોડી ને મજૂરીકામ શરુ કર્યું હતું. આમ ત્રણેય બહેનો એ શા માટે આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. કારણ હજુ સુધી અકબંધ છે. આ બાબતે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, મૃત્યુ નું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે.પરિવાર માં એકસાથે ત્રણ બહેનો મૃત્યુ પામતા પરિવાર ના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!