મૂંગા પક્ષીઓ પ્રત્યે આ વ્યક્તિ નો પ્રેમ જોઈ ને તમારું હ્નદય પણ પીગળી જશે. દરરોજ 8,000 થી પણ વધુ પક્ષીઓને…જુઓ વિડીયો.
આપણા સમાજ માં આજે પણ એવા લોકો છે કે જે પશુ-પ્રાણીઓ કે પછી અન્ય મૂંગા જીવો ને ભરપેટ જમવાનું આપતા હોય છે. આપણને આપણા વિસ્તાર માં જ આવા ઘણા લોકો જોવા મળતા હોય કે જે મૂંગા જીવ નું ખાસ ધ્યાન રાખતા હોય છે. મૂંગા જીવો પ્રત્યે ની દયા કરુણા જોઈ ને ભગવાન પણ આપણા પર રાજી થતા હોય છે. એવા જ એક બર્ડમેન તરીકે જાણીતા વ્યક્તિ આપણા ભારત ના ચેન્નાઇ માં રહે છે. તેની દયા-કરુણા જોઈ ને હદય પીગળી જશે.
ચેન્નાઇ માં રહેતા શેખર નામના વ્યક્તિ તેના પક્ષીપ્રેમ ના માટે જાણીતા છે. લોકો તેમને બર્ડમેન તરીકે ઓળખાવે છે. શેખર નું જીવન સાવ સામાન્ય છે તે ભાડે ના મકાન માં રહેતા હોવા છતાં રોજ હજારો પક્ષીઓ ને તેમના ઘર ની અગાશી પર જમવાનું ખવરાવે છે. દરરોજ લગભગ 8000 પક્ષીઓ તેમના ઘર ની અગાશી પર આવે છે. અને ખુશી ખુશી જમે છે. તેમના ઘરે ખાસ તો પોપટો મોટી સંખ્યામાં આવે છે. પોપટ માટે શેખર ભાત રાંધી રાખે છે. ત્યારબાદ અગાશી પર ઘણા બધા પાટિયા રાખેલ છે તેના પર ભાત આપે છે…જુઓ વિડીયો.
View this post on Instagram
શેખર જણાવે છે કે, તે સવારે 4-વાગ્યે ઉઠે છે. ત્યારબાદ ચોખા રાંધે છે. અને તેને મોટા વાસણ માં ભરીને પોપટ માટે રાખે છે. 62-વર્ષીય શેખર કેમેરા રીપેરીંગ નું કામ કરે છે. તે કહે છે કે ત હાલ ભાડા ના મકાન માં રહે છે. તેના ઘરે રોજ હજારો પોપટ,કબૂતર અને અન્ય પક્ષી આવે છે તેની ટેરેસ નાની પડે છે તે ઘર નું મકાન લેવાનું વિચારે છે જેથી પક્ષીઓ માટે સુવિધા આપી શકે. તે કહે છે કે, 2004 માં જયારે ત્સુનામી આવી ત્યારથી તેણે પક્ષીઓ માટે આ કામ શરુ કર્યું હતું.
શેખર પર એક ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવેલી છે. તે કહે છે કે, ક્યારેક તે જમવાનું ભૂલી જાય પણ તેના ઘરે આવતા પક્ષીઓ ને તે ક્યારેય ભૂખ્યા રાખતા નથી. તે સતત ને સતત મહેનત કરી ને પૈસા કમાય છે જેથી પક્ષીઓ માટે સેવા કરી શકે. તે 10-દિવસ સુધી અનાજ નો સ્ટોક કરી રાખી દે છે. જેથી સરળતા રહે. તે ટેરેસ પર ઘણા લાકડા ના પાટિયા ગોઠવે છે જેના પર પક્ષીઓ માટે ચોખા મૂકે છે. આ ભાઈ ની કામગીરી ને ખરેખર ધન્ય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.