ઇન્ડિયન ડિફેન્સ સર્વિસ માંથી સેવા નિવૃત ની પત્ની એ 11-માં માળે થી કૂદી જીવન ટૂંકાવ્યું..કારણ જાણી હચમચી જશો..
રોજબરોજ આપઘાત ના કેસો સામે આવ્યા કરે છે. લોકો ક્યારેક જીવન માં મુશ્કિલિઓ થી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે તો ક્યારેક આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે આપઘાત કરી બેસે છે. ક્યારેક સમાજ માં પ્રેમ-સંબંધો માં લોકો આપઘાત કરી લેતા હોય છે. પરંતુ ક્યારેક એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે, લોકો ના મરવાનું કારણ અકબંધ હોય છે. એવો જ એક કેસ ગ્રેટર નોઈડા થી સામે આવ્યો છે. જેમાં પોલીસ ને મહિલા ના મૃત્યુ કારણ જાણવા મળ્યું નથી.
વધુ વિગતે જાણીએ તો ઉત્તરપ્રદેશ ના ગ્રેટર નોઈડા માં મહિલા એ તેના ફ્લેટ ના 11-માં માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. ગ્રેટર નોઈડા ના હાઈરાઈઝ સોસાયટી ના નિરાલા એસ્ટેટ માં રહેતી મહિલા એ આપઘાત કરી લીધો હતો. મૃતક ના પતિ ઇન્ડિયન ડિફેન્સ સર્વિસ માં ડાયરેક્ટર ના પદ પરથી સેવા નિવૃત હતા. પતિ રાજીવ યાદવ તેના મોટા પુત્ર રોહન અને તેની પત્ની પ્રતિભા યાદવ સાથે નિરાલા એસ્ટેટ સોસાયટી માં 11-માં માળે રહેતા હતા.
જાણવા મળ્યું કે, મૃતક પ્રતિભા યાદવ 2015 થી ડિપ્રેશન નો શિકાર હતી. જેની સારવાર ઘણા સમય થી ચાલી રહી હતી. પ્રતિભા યાદવે સવાર ના સમયે પોતાના ઘર ની બાલકની માં જઈ ને અચાનક કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. મહિલા એ આપઘાત કરી લેતા આજુબાજુ ના લોકો માં ભારે ચકચાર મચી જવા પામી હતી. પરિવાર ના લોકો એ તાત્કાલિક પોલીસ ને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ મહિલા ની લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ ઘટના ની માહિતી આપતા બિસરખા પોલીસ સ્ટેશન ના અધિકારી એ જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 12-વાગ્યા ની આજુબાજુ બની હતી. જે બાદ ત્યાંના સુરક્ષા કર્મી એ આ ઘટના ની માહિતી આપી હતી. સાથે સાથે પ્રાથમિક તપાસ માં મહિલા ડિપ્રેશન માં રહેતી હોવાની પ્રાથમિક તપાસ સામે આવી છે. હજુ વધુ તપાસ હાથ ધરે વધુ માહિતી બહાર આવશે તેમ જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!