Gujarat

ઓમ નમઃ શિવાય ! 850-વર્ષ જુના શિવલિંગ નો મહિમા છે કંઈક વિશેષ..નદી ના રોદ્ર સ્વરૂપ સામે પણ શિવલિંગ…વાંચો મહિમા.

Spread the love

ભારત માં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે. લોકો મોટી સંખ્યા માં ભગવાન શંકર ના મંદિરે ઉમટી પડતા હોય છે. પવિત્ર શ્રાવણ માસમાં લોકો શિવલિંગ પર દૂધ, જળ અને બીલીપત્ર દ્વારા ભગવાન ની પૂજા, અર્ચના કરતા હોય છે. મંદિર પરિસર પણ શિવ ના ગીતો થી ગુંજી ઉઠતું હોય છે. ભગવાન શિવ શંકર ની મહિમા અપરંપાર છે. એમાં પણ ખાસ કરીને ભારત માં આવેલ અમરનાથ અને કેદારનાથ ના દર્શને લોકો મોટી સંખ્યા માં જતા હોય છે.

ગુજરાત માં પણ ઘણા શિવ ના મંદિરો આવેલા છે. ગુજરાત રાજ્ય ના મહીસાગર જિલ્લા માં કડાણા ડેમ ની સપાટી ઘટના ભગવાન શિવ ના શિવલિંગ ના દર્શન થયા છે. વધુ વિગતે જાણી એ તો, કડાણા ડેમ ની ગુફામાં એક પૌરાણિક સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ આવેલું છે. આ મંદિર સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ભક્તો પુરી શ્રદ્ધા સાથે ત્યાં દર્શને આવતા હોય છે.

મંદિર ના પૂજારી ડાહ્યાભાઈ ગોસાઈ એ જણાવ્યું કે, રાજા-રજવાડા ના સમય થી અહીંયા નદી ની ગુફામાં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. ડેમના નિર્માણ સમયે આ મંદિર ડુબાણ માં જતા ડેમ ના કિનારે અડીને આવેલા ડુંગર પર ગામના વિદ્વાન બ્રાહ્મણો એ અહીંયા શિવલિંગ સ્થાપિત કર્યું હતું. જયારે ડેમ માં પાણી ની સપાટી વધે છે ત્યારે મંદિર પાણી માં ગરકાવ થઇ જાય છે. આ શિવજી નું મંદિર ગયા વર્ષે ડેમ ની સપાટી ઓછી થતા 20-વર્ષ બાદ ખુલ્યું હતું. ત્યારે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

વધુ માં જાણવા મળ્યું કે, આ શિવલિંગ સાવ છૂટું છે. છતાં જયારે પણ નદી માં પાણી નો ખુબ જ ભરાવો થાય તો પણ શિવલિંગ પોતાની જગ્યાએ થી દૂર ખસતું નથી. છૂટું શિવલિંગ પોતાની જગ્યાએ સ્થિર રહે છે. ગમે તેવું પાણી નદી માં આવે છતાં શિવલિંગ તેની જગ્યા પર સ્થિર રહે છે. આ વર્ષે પણ પાણી ની સપાટી ઓછી થતા ફરી લોકો ને શિવલિંગ ના દર્શન થયા છે. પાણી ની સપાટી ઓછી થતા લોકો મોટી સંખ્યામાં ભગવાન શિવ ની પૂજા કરવા આવી પહોંચે છે. આમ ભગવાન શિવ ના શિવલિંગ ના દર્શન ભક્તો ને પવિત્ર શ્રાવણ માસમાં થતા જ ભક્તો ધન્યતા અનુભવે છે. અહીં ભાદરવી પૂનમે મેળો પણ ભરાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *