બહેનપણી ને બજાર માં ચિકન લેવા મોકલી ધોરણ-12 ની વિદ્યાર્થીની એ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું..જે કારણ સામે આવ્યું તે જાણી ધ્રુજી ઉઠશે.
આપણા ભારતમાંથી રોજબરોજ અનેક આત્મહત્યાના કેસો સામે આવે છે. ક્યારેક લોકો આર્થિક સંકડામણ ના કારણે આત્મહત્યા કરી લેતા હોય છે. તો ક્યારેક લોકો પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી લેતા હોય છે. એવો જ એક કિસ્સો હાલ બિહારથી સામે આવ્યો છે. જેમાં ધોરણ 12 માં ભણતી વિદ્યાર્થીની જ્યોતિ એ તે જે રૂમમાં રહેતી હતી ત્યાં તેને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. એટલે કે તે હોસ્ટેલમાં રહેતી હતી.
વધુ વિગતે જાણવા મળ્યું કે બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લાના છોટી ખંજરપુરની એક લોજમાં એક યુવતી આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યા પ્રેમ પ્રકરણમાં થવા પામી છે. આ યુવતી પોતાની રૂમમેટ સાથે સોમવારે રૂમમાં હતી ત્યારે સોમવારે બપોરે 2:00 વાગે તેની રૂમમેટ જ્યારે માર્કેટ જઈ રહી હતી. ત્યારે જ્યોતી એ તેની રૂમમેટ ને કહ્યું હતું કે, તું બજારમાંથી ચિકન લઈ આવજે હું ડુંગળી સમારીને રાખું છું. જ્યારે તેની રૂમ પાર્ટનર સાંજે 5:00 વાગ્યે પરત ફરી ત્યારે તેને બહેનપણી જ્યોતિ એ રૂમનો દરવાજો ખોલ્યો નહીં.
ઘણું બહારથી અવાજ કર્યો છતાં તેને દરવાજો ખોલ્યો નહીં. બહેનપણીના શક જતા તેણે બારીમાંથી જોયું તો જ્યોતી પંખા ની સાથે લટકતી હતી. આ ઘટનાની માહિતી પીજી સંચાલક તારણી મંડળને આપવામાં આવી હતી. અને પીજી સંચાલક દ્વારા આ ઘટનાની માહિતી પોલીસ સ્ટેશનને આપવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથે સાથે એફ એસ એલ ની ટીમ પણ પહોંચી હતી. અને તપાસ માટે પુરાવાઓ એકત્રિત કર્યા હતા.
આ બાબતે જ્યોતિની માતાએ કહ્યું કે સોમવારે દિવસે સવારે 11:00 વાગે જ્યોતિએ તેની સાથે વાત કરી હતી. તેને કહી માતાને એમ પણ કહ્યું હતું કે તેને જમવાનું જમી લીધું છે. પરંતુ તેને જે મુશ્કેલી હતી તે તેને વાત તેની માતાને કહી નહીં. વધુ જાણવા મળ્યું કે જ્યોતિ ભણવામાં હોશિયાર હતી. તેમ આગળ જઈને ડોક્ટર બનવા ઇચ્છતી હતી. જ્યોતી ના પિતા કહે છે કે જો જ્યોતિએ મને તેના પ્રેમ સંબંધની વાત કરી હોત તો તે કંઈક નિર્ણય કાઢેત. અને તે પોતાની દીકરીને સાથે ઉભા રહેત.
તેમના પિતા રામચંદ્ર કહે છે કે તેણે જુવાન જોધ દીકરી ખોઈ દેતા નો ખૂબ જ દુઃખ છે. જ્યોતિના પરિવાર વાળા એ પણ સ્વીકાર્યું છે. કે આ આત્મહત્યા પ્રેમ પ્રકરણમાં થયેલી છે. જ્યોતિ સેવક ગોલા ગામની રહેવાસી હતી. અને તે ભાગલપુરમાં રહીને અભ્યાસ કરી રહી હતી. જાણવા મળ્યો કે જ્યોતિ એ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતા કરતા જ આત્મહત્યા કરી લીધી હતી. તેને પંખા ની સાથે દોરડુ બાંધીને આત્મહત્યા કરેલી હતી. આ બાબતે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!