હૃદય કંપાવતી ઘટના ! 16-વર્ષીય યુવતી ને 46-વર્ષીય આધેડે મોત ને ઘાટ ઉતારી દીધી..ઘટના જાણી ધ્રુજી ઉઠશે.
થોડા સમય પહેલા સુરત જિલ્લામાંથી ગ્રીસમા વેકરીયા નામની યુવતીની ભર બજારે તેના પ્રેમી દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં એક તરફી પ્રેમ પ્રકરણ બહાર આવ્યું હતું. હાલ એવી જ એક ઘટના ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામ થી સામે આવે છે. જેમાં હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે. 16 વર્ષીય યુવતીને એક 46 વર્ષે આધેડે મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃત્યુનું કારણ પોલીસ શોધી રહી છે.
વધુ વિગતે જાણવા મળ્યું કે, ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામમાં જ્યાં એક 16 વર્ષની સગીરા રાત્રીના રોજ તેની ફ્રેન્ડ સાથે મહાદેવ ના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી. દર્શન કરીને પરત ફરતા સમયે ત્યાં નજીકના બસ સ્ટેન્ડ પાસે આવેલા ખોડીયાર પાન સેન્ટરમાં તે ઠંડુ પીણું લેવા માટે ગઈ હતી. જ્યાં 46 વર્ષીય રાજુ પટેલે 16 વર્ષીય કૃપા પટેલ ઉપર તીક્ષણ હથિયાર વડે ઉપરા છાપરી ઘણા ઘા ઝીકી દીધા હતા. ઘા મારતાની સાથે જ કૃપા પટેલ ની બહેનપણી હતાહત થઈ ગઈ. અને તેને બૂમાબૂમ કરી મૂકી.
સ્થાનિક લોકો તેની મદદે આવ્યા. અને તાત્કાલિક 108 ને બોલાવી કૃપા પટેલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ લઈ જાય તે અગાઉ જ કૃપા પટેલ નું મૃત્યુ નીપજી ગયું હતું. હજુ સુધી પોલીસને હત્યા ક્યાં કારણોસર કરી તે જાણવા મળી રહ્યું નથી. પોલીસે આરોપી રાજુ પટેલને ધરપકડ કરીને માતર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અને હત્યાનું કારણ જાણવાની કોશિશ કરે રહી છે. ઘટનાને લઈને આજુબાજુના લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
તો બીજી તરફ કૃપા પટેલના પરિવારજનોએ કૃપા ના હત્યારા ને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી. 16 વર્ષ ની સગીરાનું મૃત્યુ પામતા લોકોમાં ભારે હતાહત જોવા મળી હતી. ગુજરાતમાંથી આવા ખૂન ખરાબા ના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. લોકો ક્યારેક નાની નાની વાતોમાં ખૂન ખરાબા કરી નાખતા હોય છે. અને એકબીજાને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે. જ્યારે કૃપા પટેલ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકવામાં આવ્યા હતા ત્યારે તેના શરીરમાંથી લોહીના ફુવારા નીકળતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!