Gujarat

પાટણ: 250-વર્ષ જૂનું, છત્રપતેશ્વર મહાદેવ નું મંદિર ભક્તો માટે છે ખાસ. વિશેષતા જાણી ને ધન્ય થઇ જશે. અહીં ભગવાન શંકર ઉપરાંત તેમના..

Spread the love

હાલ આખા ભારતમાં હિન્દુ લોકોનો પવિત્ર તહેવાર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એવો મહિનો છે કે જેમાં આખો મહિનો ભગવાન શંકરના ભક્ત ભગવાનના મંદિરે જઈને ભગવાનની પૂજા, અર્ચના, આરાધના કરતા જોવા મળે છે. ભગવાન શંકર નું મંદિર હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠતું હોય છે. ઠેર ઠેર ભક્તોની લાંબી લાઈનો જોવા મળતી હોય છે. આપણા ભારતમાં અને ગુજરાતમાં ઘણા એવા જુના પૌરાણિક મંદિરો આવેલા છે. જેની સાથે ઘણી બધી કથાઓ પણ જોડાયેલી છે.

એવું જ એક શિવાલય ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલું છે. 250 વર્ષ જૂનું આ છત્રપતેશ્વર મહાદેવ નું મંદિર ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. અઢીસો વર્ષ જૂના આ મંદિરની પૌરાણિક કથાની વાત કરીએ તો આ શિવાલય તૈયાર કરવા માટે અલગ અલગ રંગના પથ્થરો નો ઉપયોગ કરવામાં આવેલો છે. આ શિવાલય 36 થાંભલાઓ પર તૈયાર કરવામાં આવેલું હોવાથી તેને છત્રપતેશ્વર મહાદેવ શિવાલય તરીકે ઓળખવામાં આવે છે. આ શિવાલયનું નિર્માણ પાટણના ધામાજીરાવ બાગમાં સવંત 1829 અને વર્ષ 1773 માં સયાજીરાવ મહારાજા ગાયકવાડ સરકારે દામાજીરાવવાની યાદમાં રૂપિયા 25,000 ના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

મંદિરના નિર્માણમાં પથ્થરો અને ચૂનાનો ઉપયોગ કરવામાં આવેલો છે. મંદિરની વિશેષતા એ છે કે ભગવાન શંકરની સાથે માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી અને ભગવાન ગણેશ એટલે કે ભગવાન શંકરનું આખું પરિવાર મંદિરમાં બિરાજમાન થયેલું છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે એક દિવસ માટે સૂર્યોદય પહેલા ભગવાનના મંદિરના દ્વાર ખોલી ભગવાનનો મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લો મુકવામાં આવે છે. એટલે કે કાર્તિકેય સ્વામીનું મંદિર આ દિવસે ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવે છે.

શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ અહીં જામતી હોય છે. લોકો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. આ મંદિરનો વહીવટ હાલ વડોદરા દ્વારા કરવામાં આવે છે. મંદિરનું સ્થાપત્ય અને કલાકૃતિ બેનમુન છે. આ લોકો ભક્તો અહીં મંદિરે આવીને ભગવાનની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *