India

ધ્રુજાવનારી ઘટના ! એક જ ટ્રેક પર બે ટ્રેન વચ્ચે ભયંકર ટક્કર થતા ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડતા આટલા લોકો..

Spread the love

આપણા ભારતમાંથી અવારનવાર ટ્રેન અથડાવાના કિસ્સાઓ સામે આવે છે. ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. એનું કારણ એ છે કે ટ્રેનમાં સુવિધા પણ બધી મળી રહે. અને ભાડું પણ મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવું હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ ટ્રેન સાથે બનતી હોય છે કે, ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે. ક્યારેક તો ટ્રેન જ પાટા પરથી નીચે ઉતરી જતી હોય છે.

એવી જ એક ઘટના મહારાષ્ટ્રના ગોંદીયા માં બની છે. જેમાં જાણવા મળ્યું કે એક પેસેન્જર ટ્રેન અને એક માલ ગાડી વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. સાથો સાથ ત્રણ પેસેન્જર ટ્રેન ના ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. વધુ વિગતે જાણીએ તો પેસેન્જર ટ્રેન ને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ બિલાસપુર થી ભગવતી કોઠી એક્સપ્રેસ ટ્રેન આગળ તરફ રવાના થઈ હતી. આ દરમિયાન આગળ જતા તે જ ટ્રેક પર એક માલગાડી પડી હતી. કે જે નાગપુર તરફ જઈ રહી હતી. જાણવા મળ્યું કે ટેકનિશિયન તરફથી યોગ્ય ગ્રીન સિગ્નલ મળ્યો ન હોવાને કારણે પેસેન્જર ટ્રેન આગળ નીકળી ગઈ અને ત્યાં બીજી ટ્રેન તે જ પાટા ઉપર માલ ગાડી ઊભી હતી તેની સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ હતી.

આ સાથે જ ધડાકા થતા ટ્રેનના ત્રણ ડબ્બા પાટા ઉપરથી નીચે ઉતરી ગયા હતા. આ બનાવ રાત્રિના અઢી વાગ્યાના આજુબાજુ બન્યો હોય. મુસાફરો ગાંઢ નિંદ્રામાં સુઈ રહ્યા હતા. અચાનક આવું એક્સિડન્ટ થતાં મુસાફરોમાં હતાહત થવા પામી હતી. મુસાફરો ઘડીક તો વિચારમાં પડી ગયા કે આ બધું શું થયું? આ મોટી દુર્ઘટનામાં 50થી ઉપર લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 13 લોકોને નાની મોટી ઈજાઓ થતા તમામ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આખી દુર્ઘટના માં કોઈ ના મૃત્યુના સમાચાર સામે આવ્યા ન હતા.

મહારાષ્ટ્રના ગુંદીયામાં આ ઘટના બનતા રેલવે કર્મચારીઓ અને ફાયર સ્ટાફ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. જાણવા મળ્યું કે ટ્રેન છત્તીસગઢના બિલાસપુર થી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી. પરંતુ અધવચ્ચે જ બંને ટ્રેન વચ્ચે અથડામણ થતા આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં તો ટેક્નિશિયન દ્વારા ગ્રીન સિગ્નલ યોગ્ય ન મળ્યું હોવાને કારણે ટ્રેનના લોકો પાયલોટે તેને આગળ જવા દીધી. અને આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આમ ભારતમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *