Categories
Gujarat

KBC ની હોટસીટ પર આવી 25-લાખ જીતનાર ગુજરાતી વિમલ ના માથે આટલું મોટું દેવું હતું. તેણે ભાવુક થઇ જણાવ્યું કે તે..

Spread the love

આખા ભારતમાં પ્રખ્યાત શો કોન બનેગા કરોડપતિ કે જેમાં આવીને ઘણા લોકો કરોડપતિ થઈ ગયા છે. હાલ કોન બનેગા કરોડપતિની 14 મી સીઝન શરૂ થઈ ચૂકી છે. આ શોને અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. હાલ થોડા જ દિવસો અગાઉ ગુજરાત રાજ્યનો ભાવનગર જિલ્લાનો એક યુવાન જેનું નામ વિમલ છે. 29 વર્ષીય વિમલ ગુજરાત હાઇકોર્ટમાં સરકારી નોકરી કરે છે. તે કોન બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર આવી પહોંચ્યો હતો.

તેને આ શો માંથી 25 લાખ રૂપિયાની ધન રાશી જીતી હતી. તે જ્યારે હોટ સીટ પર આવ્યો ત્યારે અમિતાભ બચ્ચન અને તેની સાથે થોડો વાર્તાલાપ પણ થયો હતો. જેમાં વિમલે પોતાના જીવનને લઈને અમુક વાતો પણ શેર કરી હતી. વિમલ કહે છે કે તેની પાસે પાંચ આંકડામાં પગાર આવશે. ત્યારે જ તે લગ્ન કરશે. વિમલ અમિતાભ બચ્ચનને કહે છે કે જ્યારે તે છોકરી જોવા જાય છે ત્યારે કાં તો છોકરી તેને ના પાડી દે છે કાં તો વિમલ તેને ના પાડી દે છે.

અમિતાભ બચ્ચનને કહ્યું કે તેને ટાર્ગેટ રાખેલો છે કે જ્યારે તેનો પગાર પાંચ આંકડામાં થશે ત્યારે જ તે લગ્ન કરશે. હવે વિમલ ની રમતની વાત કરવામાં આવે તો વિમલ જ્યારે 50 લાખ રૂપિયાના સવાલ પર પહોંચ્યો ત્યારે તેની પાસે ના તો કોઈ લાઈફલાયન હતી નાતો તેની પાસે સવાલ નો જવાબ હતો. એટલે તેને 50 લાખ રૂપિયાનો સવાલ છોડી દીધો. અને 25 લાખ રૂપિયા જીતી લીધા હતા. તે સવાલની વાત કરવામાં આવે તો જ્યારે વિમલ 25 લાખ રૂપિયાના સવાલ એ પહોંચ્યો ત્યારે..

તેને એક સવાલ પૂછવામાં આવ્યો કે, સામાન્ય રીતે તેના કુદરતી રહેઠાણમાં પેંગ્વિન નીચેનામાંથી કયા પ્રાણીઓના સંપર્કમાં આવતા નથી. જેના ઓપ્શન હતા એ) ચિતાશીલ બી) કિલર વેલ સી) ધ્રુવીય રીછ ડી) એન્ટાર્કટિક ટન. આ સવાલ નો જવાબ વિમલને ખ્યાલ ન હતો. આથી તેને પોતાના મિત્રને કોલ કર્યો અને છેલ્લી લાઈફ લાઈન નો ઉપયોગ કર્યો હતો. જેમાં તેના મિત્રએ સી) ધ્રુવીય ઓપશન પસંદ કર્યું હતું. આથી વિમલે પણ આ જવાબ પસંદ કરીને 25 લાખ રૂપિયા જીત્યા હતા.

ત્યારબાદ તેની સામે રૂપિયા 50 લાખનો સવાલ આવ્યો. જેમાં સવાલ હતો કે, આમાંથી કયા ભારતીય ભારત રત્ન વિજેતાનો જન્મ અને મૃત્યુ બંને ભારત બહારના દેશમાં થયો હતો. જેના ઓપ્શન હતા એ) લાલ બહાદુર શાસ્ત્રી બી) મૌલાના અબુલ કલામ આઝાદ સી) મધર ટેરેસા ડી) જે આર ડી ટાટા. જેનો સાચો જવાબ આવતો હોય તો ડી) જે આર ડી ટાટા પરંતુ વિમલને આ જવાબ ખ્યાલ ના હોય તેને આખરે શો ને ક્વીટ કર્યો હતો.

વિમલના જીવનની વાત કરવામાં આવે તો તેને જણાવ્યું હતું કે, તેના માથે 9 લાખ રૂપિયાનું દેવું છે. તેને 25 લાખ જીત્યા આથી તે પરિવારને આર્થિક રીતે સહાય કરીને પોતાનું દેવું ઓછું કરી નાખશો. આમ વિમલે 25 લાખ જીતીને પોતાના દેવાને ઓછું કરવા માટે એક સારો રમી હતી. અને ગુજરાત નું નામ પણ રોશન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *