India

બિહાર મા 8-મહિના થી એક્ટિવ હતું નકલી પોલીસ સ્ટેશન. રોજના 500 લઇ લોકો પોલીસ વર્દી માં કામ કરતા. આ રીતે થયો પર્દાફાશ..

Spread the love

આપણા દેશમાં હાલ બિહાર રાજ્યમાંથી એક ખૂબ જ અનોખો કેસ સામે આવ્યો છે. એટલે કે દિવસના ₹500 કમાવાની લાલચ માં એક યુવાન અને એક યુવતી સાથે તેમના અનેક સાથીદારો એક નકલી પોલીસ સ્ટેશન ચલાવતા હતા. અને પોલીસની વર્દીમાં કામ કરતા હતા. આ આખી ઘટના બિહાર રાજ્યના માં અસલી પોલીસે એક ગેસ્ટ હાઉસમાં છાપે મારી કરી ત્યારે નકલી પોલીસ સ્ટેશનનો આખો પરદા ફાશ થયો હતો.

જેમાં એક યુવતી અને એક યુવક નકલી પોલીસના ડ્રેસમાં જોવા મળ્યા હતા. જાણવા મળ્યું કે આ વરિષ્ઠ ગેંગનો મુખ્ય આરોપી ભોલા યાદવ હતો. ભોલા યાદવ ફુલ્લી કુમાર વિસ્તારનો રહેવાસી હતો. આરોપી ભોલા યાદવ અન્ય લોકોને પોલીસના ડ્રેસમાં રાખીને રોજના ₹500 આપતો હતો. આ આખું પોલીસ સ્ટેશન એક ગેસ્ટ હાઉસમાં ઊભું કરવામાં આવ્યું હતું. અને નકલી ગેંગ ચલાવતા હતા. જાણવા મળ્યું કે આ પોલીસ સ્ટેશન 8 મહિનાથી એક્ટિવ હતું.

આના વિશે લોકોને કંઈ પણ જાણ ન હતી. જ્યારે અસલી પોલીસ ત્યાં ગેસ્ટ હાઉસમાં છાપે મારી કરવા ગયા. ત્યારે સામે રસ્તા સાઈડ એક યુવક અને એક યુવતી પોલીસના ડ્રેસમાં દેખાતા તેના ઉપર શંકા જતા આખો મામલો બહાર આવ્યો હતો. નકલી ડ્રેસમાં ઓફિસર બનેલી યુવતી કે જેનું નામ અનિતા દેવી છે. તેની પાસેથી દેશી કટ્ટો મળી આવ્યો હતો. દેશી કટ્ટો મળી આવતા તેને એવું જણાવ્યું કે તેના વરિષ્ઠ અધિકારીએ તેને શીખવા માટે આ કટ્ટો આપેલો હતો.

અને તે વધુમાં જણાવ્યું કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ના કહેવા પર તે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ આખી ઘટના બાદ રમેશકુમાર અને સુલતાનગંજના ખાનપુરની રહેવાસી ઝૂલી કુમારીને કસ્ટડીમાં લેવા આવ્યા હતા. સાથોસાથ ભાગલપુર જિલ્લાના ખાનપુરના રહેવાસી આકાશ કુમારને પણ પોલીસની વર્દીમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ નકલી પોલીસ પાસેથી વર્દીની સાથો સાથ અન્ય ઘણા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. એટલે કે આખી ગેંગ જાણે કે અસલી પોલીસ હોય તેવી રીતે એક્ટિવ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *