UP- નીલગાય ને બચાવવા જતા યોગી આદિત્યનાથ ના નજીક ના વ્યક્તિ નું મોત. યોગી આદિત્યનાથે ભાવુક થઇ કહ્યું કે તેણે..
ભારતમાંથી અને ગુજરાતમાંથી રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ક્યારેક પુરપાટ ઝડપે આવી રહેલ બે વાહનો સામ સામે ટકરાવાથી ભયંકર અકસ્માત સર્જાતો હોય છે. એવો એક અકસ્માત ઉત્તર પ્રદેશ રાજ્ય માંથી સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક અકસ્માત થવાની ઘટના સામે આવી. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના ઓ એસડી મોતીલાલ સિંહનું આ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બસ્તી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આવેલા nh-28 ખાતે થયો હતો.
જેમાં જાણવા મળ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીક કહેવાતા ઓએસડી મોતીલાલ સિંહ એક નીલગાય ને બચાવવાના ચક્કરમાં પોતાની ગાડીનું બેલેન્સ ખોઈ બેસ્યા હતા. અને ભયંકર રીતે એક વૃક્ષ સાથે અથડાણા હતા. આ અથડામણમાં મોતીલાલ સિંહ અને તેમની પત્ની બંને scorpio ગાડીમાં સવાર હતા. અકસ્માત થતા જ બંનેને ગોરખપુર મેડિકલ કોલેજ ખાતે એડમિટ કરવામાં આવેલા હતા. જ્યાં મોતીલાલ સિંહનું નિધન થઈ ચૂક્યું હતું. જ્યારે તેમની પત્નીની હાલત હજુ ગંભીર છે.
તાજેતરમાં જાણવા મળ્યું હતું કે ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગ્ય આદિત્યનાથની કેમ્પ ઓફિસમાં પબ્લિક જનરલેશન ઓફિસર મોતીલાલ સિંહ નો કાર્યકાળ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ના પદ પરથી નિવૃત્ત થયા બાદ મોતીલાલ સિંહ ગોરખનાથના ખાતે આવેલા મંદિરમાં જોડાયા તેને લોકોની સમસ્યાઓ સાંભળીને હલ કરતા હતા. આ ભયંકર અકસ્માત સર્જાતા યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો હતો. યોગી આદિત્યના તે ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
જાણવા મળ્યું કે કદાચ યોગી આદિત્યનાથ પણ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે scorpio ગાડી ના કુરચા બોલી ગયા હતા. આમ આ અકસ્માત સર્જતા ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામી હતી. અકસ્માતનો ભોગ બનતા પરિવારમાં ગંભીર વાતાવરણ પેદા થયું હતું. અને આજુબાજુમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો અને એમ્બ્યુલસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તાત્કાલિક ઘાયલને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આમ યોગ્ય આદિત્યનાથની ટીમે એક સારા એવા નેતા ખોઈ બેસ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!