India

સોનાલી ફોગાટ ના મૃત્યુ બાદ તેની 16-વર્ષ ની પુત્રી એ ધ્રુસકે-ધ્રુસકે રડી જે વાત કરી તે સાંભળી આંખ ફાટી જશે.

Spread the love

ભાજપની નેતા, tiktok સ્ટાર અને bigg boss માં પ્રતિસ્પર્ધી તરીકે રહી ચૂકેલી એવી સોનાલી ફોગાટ નું ગોવામાં રહસ્યમય રીતે મૃત્યુ નીપજી ગયું હતું. શરૂઆતમાં જાણવા મળ્યું કે સોનાલી ફોગાટ નું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. પરંતુ હવે એક પછી એક એવી એવી ખબરો સામે આવી રહી છે કે જેને જાણીને કહેવાય છે કે આ મૃત્યુ નથી પરંતુ હત્યા કરવામાં આવેલી છે. કારણ કે સોનાલી ફોગાટ ના ભાઈએ એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં સોનાલી ફોગાટનના પીએમ સુધીર સાંગવાન પર ગંભીર આરોપણ લગાવ્યા હતા.

સોનાલીના ભાઈ રીન્કુ ઢાકા એ ફરિયાદ કરી હતી કે સોનાલીના પીએ સુધીર સાંગવાન કે જેને એક વખત સોનાલી ને નશીલા પદાર્થ ખવડાવી તેના ઉપર વારંવાર બળાત્કાર કર્યો હતો. અને તેનો વિડીયો પણ તેને બનાવ્યો હતો. ત્યારબાદ તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેના પર વારંવાર બળાત્કાર કરતો હતો. અને તેની બધી જ પ્રોપર્ટીના કાગળો, તેના ફોન અને ઘરની અનેક અને લોકરની અને ચાવીઓ પોતાની પાસે જ રાખતો હતો.

વિડીયો વાયરલ કરવાની ધમકી આપવી અને સોનાલી ફોગાટ ની કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકી આપીને તેના ઉપર વારંવાર બળાત્કાર ગુજારતો હતો. આ બાબતે સોનાલી ફોગાટ ની 16 વર્ષની પુત્રી યશોધરા એ માતાને ન્યાય મળે તે માટે અપીલ કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં સોનાલી ફોગાટની પુત્રી યશોધરા રડી પડી હતી. અને કહ્યું કે મારી માતા ન્યાય ને પાત્ર છે. કેસની યોગ્ય તપાસ થવી જોઈએ. અને ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ. હાલ સોનાલી ફોગટના મૃત્યુ બાદ તેને પુત્રી યશોધરા તેના માસીના ઘરે રહે છે.

આ એક પછી એક અનેક રાજો ખુલતા સોનાલી ફોગાટ ના પીએ સુધીર સાંગવાન ની ગોવા પોલીસે ધરપકડ કરી હતી. સુધીર સાંગવાન સાથે તેના એક સાથીદાર ની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલી છે. અને બંને ઉપર હત્યાનું કાવતર ઘડવાનો આરોપ લગાવવામાં આવેલો છે. જાણવા મળ્યું હતું કે સોનાલી ફોગટના મૃત્યુ બાદ તેના ફાર્મ હાઉસ માંથી લેપટોપ અને અનેક બીજા ડોક્યુમેન્ટ ની ચોરી કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *