અજુગતો બનાવ ! હળવદ મા પ્રિન્સિપાલ ની ફરજ અને લાશ સુરત ના બંધ ફ્લેટ માં લટકેલી હાલત માં.. 4-વર્ષ પહેલા મહિલા…
આપણા ગુજરાતમાંથી રોજબરોજ આપઘાત કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો નાની-નાની વાતોમાં આપઘાત કરી બેસતા હોય છે. તો ક્યારેક લોકો શા કારણે આપઘાત કર્યો તે તેના મોતની સાથે જ કારણ રહસ્યમય થઈ જતું હોય છે. એવો જ એક કેસ હાલ ગુજરાતમાંથી સામે આવ્યો છે. કંઈક અલગ જ છે. કારણ કે હળવદ ના નેરુપરા ગામની એક હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતા આશાબેન નામના 40 વર્ષના મહિલા ની લાશ સુરતના એક બંધ ફ્લેટમાંથી મળી આવે છે.
એટલે કે હળવદ માં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મહિલાની લાશ સુરત જિલ્લામાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામે છે. વધુ વિગતે વાત કરીએ તો આશાબેન ચાલીસ વર્ષીય મહિલા પહેલા રાજકોટમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જે બાદ તેમણે ક્લાસ ટુ ની પરીક્ષા પાસ કરી જે બાદ હળવદના નિરુપરા ગામની હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતા હતા. ચાર વર્ષ પહેલા આશાબેનના છૂટાછેડા થઈ ચૂક્યા હોવાની વાત સામે આવી છે.
જે બાદ આશાબેન એકલવાયું જીવન જીવતા હતા. પરંતુ જાણવા મળ્યું કે 30 ઓગસ્ટના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વગર આશાબેન વાઢેર ઘરેથી ચાલી નીકળ્યા હતા. પાંચ દિવસથી આશાબેન વાઢેર ની કંઈ ખબર ન આવતા તેમના ભાઈ દ્વારા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 40 વર્ષના આશાબેન સુરેન્દ્રનગરના મારુતિ પાર્કમાં રહેતા હતા. પાંચ દિવસ બાદ સુરત જિલ્લાના અડાલજ વિસ્તારમાં આવેલા આશ્વનાથ ફ્લેટમાંથી આશાબેન ની લાશ મળી આવી હતી.
અને આશાબેન ની લાશ ગળાફાંસો ખાધેલી હાલતમાં હતી. હવે પોલીસ પણ આ બાબતે તપાસ કરી રહી છે. કે શું ખરેખર આશાબેને આપઘાત કરી લીધો છે કે તેની કોઈએ હત્યા કરી નાખી હશે? આ મામલે પોલીસને હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. આમ સાચું કારણ પોલીસ તપાસ થયા પછી જ બહાર આવી શકે તેમ છે. આમ બંધ મકાનમાં લાશ મળતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!