વધુ સમય ઊંઘવા ની સ્પર્ધા માં આ ભારતીય યુવતી એ 4.5 લાખ સ્પર્ધકો ની વચ્ચે મારી બાઝી ઇનામ માં તેને એવું મળ્યું કે..
આપણા સમાજમાંથી અનેક એવા વિચિત્ર વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે. કે જેને સાંભળીને આપણે પણ પહેલીવારમાં ચોકી ઉઠતા હોઈએ છીએ. એવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળમાં થી સામે આવ્યો છે. જેમાં એક પશ્ચિમ બંગાળ ની યુવતીને ઊંઘવાની સ્પર્ધામાં ₹6,00,000 ઇનામ જીતી ચૂકી છે. આપણને જાતજાતના શોખ હોય છે. રમવાનો શોખ, ખાવા પીવાનો શોખ, મુસાફરીનો શોખ વગેરે જેવા અનેક શોખ આપણને હોય છે.
પણ આ યુવતી ને કંઈક અલગ જ શોખ હતો. તેને બાળપણથી ખૂબ ઊંઘવાનો શોખ હતો. તે બાળપણથી અત્યાર સુધીમાં જ્યારે પણ સમય મળે ત્યારે તે ઊંઘવાનું પસંદ કરે છે. પરંતુ આ ઊંઘવાની ટેવ તેના માટે આશીર્વાદ સાબિત થઈ અને આજે તેને રૂપિયા 6 લાખનું ઇનામ જીતી લીધું છે. વધુ વિગતે જાણીએ તો પશ્ચિમ બંગાળ રાજ્યમાં રહેતી ત્રિપર્ણા નામની યુવતીને સ્લીપિંગ પર્સનનો ખિતાબ જીત્યો છે. આ બાબતે ત્રિપર્ણાએ વધુ વિગતે જણાવ્યું હતું કે તેને ઓનલાઇન વેબસાઈટ ઉપરથી આ સ્પર્ધા ની માહિતી મળી હતી.
કે જેમાં ઊંઘવાની સ્પર્ધા હતી. આ સ્પર્ધા ઓલ ઇન્ડિયા લેવલ પર હતી. આથી તેને પણ તેમાં પાર્ટીસિપેટ કર્યું. જાણવા મળ્યું હતું કે આ ઇન્ડિયા ની સ્પર્ધામાં લગભગ ઓનલાઇનમાં 4.5 લાખ જેટલી અરજીઓ આવી હતી. જેમાંથી 15 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. અને અંતિમ સ્પર્ધામાં ચાર લોકો ફાઇનલમાં પહોંચ્યા હતા. પરંતુ તેમાં ત્રિપર્ણા એ બાજી મારી હતી. જેમાં જાણવા મળ્યું કે ત્રીપર્ણા સતત સો દિવસ સુધી એક દિવસના નવ કલાક ઊંઘીને રેકોર્ડ બનાવ્યો હતો.
અને આ સ્પર્ધા જે તે લીધી હતી. તેને એક એક લાખ રૂપિયા ના એવા 6 ચેક ઇનામમાં આપવામાં આવ્યા. અને અનોખો રેકોર્ડ બનાવી દીધો હતો. તે પણ આ કહે છે કે તેને બાળપણથી જ આ શોખ છે. હાલમાં અમેરિકા દેશમાં એક કંપનીમાં તે કામ કરે છે તેને રાત્રે પણ જાગવું પડતું હોય છે પરંતુ તે દિવસ દરમિયાન પોતાની ઉંઘ કરી લે છે. તે કહે છે કે તેને પોતાની જાત ઉપર ખૂબ જ ગર્વ છે કે તેની આ ટેવ આજે તેને 6 લાખ રૂપિયાની વિજેતા બનાવી ચૂકી છે. આમ આવા અનેક કિસ્સાઓ આપણને જોવા મળતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!