રાજુલા માં ટપુ અને સોઢી એ મારી એન્ટ્રી બંને કલાકારો ને જોવા માનવ મહેરામણ ઉમટી પડ્યું જુઓ ફોટા.
હાલ થોડા સમય પહેલા ભગવાન શંકરનો પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થયો. ભગવાન શંકરના પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભગવાનને શંકરની ભક્તિમાં લિન હતા. શ્રાવણ મહિનો જેવો પૂરો થયો એટલે ભગવાન ગણપતિ દાદાનો ગણેશ ઉત્સવ શરૂ થયો. અને ઠેર ઠેર આખા ભારતમાં ગણેશ પંડાલો ઊભા થઈ ગયા. અને ગણેશ ભગવાન ને પધારવામાં આવ્યા. ઠેર ઠેર ગણેશ પંડાલો ને સુંદર સુંદર રીતે ડેકોરેશન કરવામાં આવતું હોય છે.
ખાસ કરીને મુંબઈમાં મોટી મોટી ગણપતિ બાપા ની મૂર્તિઓ પંડાલ માં લોકોના દર્શન માટે મૂકવામાં આવતી હોય છે. અને ગણેશ ઉત્સવ પૂરો થયા બાદ તેને વિસર્જિત કરવામાં આવતી હોય છે. ઠેર ઠેર અને કાર્યક્રમમાં થતા હોય છે. એવું જ કંઈક આપણા ગુજરાતમાં જોવા મળ્યું હતું. આપણા ગુજરાતમાં આવેલા અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદમાં ગણપતિ બાપા નું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવેલું છે.
અહીં રાજુલા જાફરાબાદમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સીરીયલ ના બે કલાકારોએ હાજરી આપી હતી. જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં કામ કરી ચૂકેલા ટપુનું પાત્ર ભજવનાર કલાકાર ભવ્ય ગાંધી અને સોઢીનું પાત્ર નિભાવી ચૂકેલા ગુરુચરણ સિંહે હાજરી આપી હતી. આ બંને કલાકારોને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કોળી સેનાના આગેવાન હીરાભાઈ સોલંકી આમંત્રણ આપ્યું હતું.
હીરાભાઈ નું આમંત્રણ મળતા ટપુ અને શોઢી રાજુલામાં ગણપતિ બાપા ના પંડાલ માં દર્શન માટે આવી પહોંચ્યા હતા. આ વાત આજુબાજુના વિસ્તારમાં લોકોને ખબર પડતાં મોટી સંખ્યામાં માનવ મહરામણ ઉમટી પડ્યું હતું. સોઢી અને ટપુ એ ગણપતિ બાપા ના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. સઅને લોકો સાથે ફોટા પડાવ્યા હતા. અને આ બંને કલાકારો નું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!