પતિ એ તેની પત્ની ને માથે રહી ને પ્રેમી ના ઘરે જવા કહ્યું અને તેની સાથે સંબંધ બાંધવા કહ્યું ત્યારબાદ જે ઘટના બની તે સાંભળી ધ્રુજી જશે.
આપણા સમાજમાંથી અનેક હત્યાના અને આત્મહત્યા ના કેસો સામે આવતા હોય છે. ફરી એવો જ એક કેસ હત્યાનો સામે આવ્યો છે. જેમાં એક પતિએ તેની પત્નીને સાથે મળીને પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી હતી. આ હત્યા માં પતિ પત્ની ઉપરાંત તેના બે બાળકોએ પણ સાથ આપ્યો હતો. વધુ વિગતે જાણીએ તો આ ઘટના આગ્રાના ઓલિયા રોડ પરની છે. જાણવા મળ્યું કે ઓલિયા રોડ પર રહેતો 25 વર્ષનો યુવાન સિકંદર કે જે ચંપલ બનાવવાના કારખાનું ચલાવતો હતો.
તેની ઘરની બાજુમાં જ એક બંટી નામનો શખ્સ રહેતો હતો. સિકંદર નું બંટી ની પત્ની સોનિયા સાથે અફેર હતું. આ કારણે સિકંદર ઘરે રૂપિયા પણ આપતો ન હતો. આ સિકંદર પોતાની પાસે જેટલા રૂપિયા હતા તે સોનિયા તેના પતિ અને તેના બંને દીકરાઓ પાછળ ખર્ચ કરી નાખતો હતો. સિકંદર અને સોનિયા ની પ્રેમ કહાની આજુબાજુ વાળા રહેતા લોકોને પણ ખ્યાલ હતો. આ કારણે બંટી પોતાની પત્ની અને સિકંદર પ્રત્યે નફરત રાખતો હતો.
એક દિવસ બન્યું એવું કે સિકંદર પોતાના નવા મકાનમાં એકલો સૂતો હતો. ત્યારે બંટીએ તેની પત્ની સોનિયાને સિકંદર પાસે જવા કહ્યું અને શારીરિક સંબંધો બનાવવા પણ કહ્યું હતું. શારીરિક સંબંધો બાંધ્યા બાદ સોનિયા ત્યાં જ સૂઈ ગઈ હતી. અને સિકંદર પણ સુઈ ગયો હતો. ત્યારે સિકંદર સૂઈ ગયો હતો ત્યારે બંટી અને તેના બે દીકરા જેમાં અંકુશ ૨૦ વર્ષ અને આદિત્ય 18 વર્ષ ત્યાં સિકંદર ના ઘરે આવ્યા. સિકંદર એ સુતેલી જ હાલતમાં જ બંટી એ તેના ઉપર આડેધડ કુહાડીઓના ઘા ઝીકી દીધા હતા.
આ સમય બંને દીકરાઓ એ અને સોનિયાએ સિકંદર ના હાથ પગ અને માથું પકડી રાખ્યું હતું. જ્યારે બંટીએ કુહાડીના ઘા મારીને સિકંદરની ગરદનને જ અલગ કરી નાખી હતી. આજુબાજુમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સિકંદરની લાશને પીએમ અર્થે ખસેડી હતી. ત્યારબાદ આખે આખા પરિવારને અટકાયતમાં લીધો હતો. પોલીસે જણાવ્યું કે આ હત્યા માં બંટી અને તેની પત્ની સોનિયાનું પહેલેથી કાવતરું ઘડેલું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!