રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રા માં નેતાઓ માટે જે સુવિધા છે તે 5-સ્ટાર હોટેલ થી ઓછી નથી. સુવિધા જોઈ ને મગજ કામ નહીં કરે.. જુઓ ફોટા.
આપણા ગુજરાતમાં થોડા મહિનાઓ પછી ચૂંટણીઓ નું આયોજન થવાનું છે. એવામાં બધી જ પાર્ટીઓએ એડિ ચોટીનું જોર લગાવેલું છે. અને પોતાની પાર્ટીને જીત હાંસલ કરવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છે. એવા માં ભારતના વિપક્ષના નેતા એટલે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર થી તમિલનાડુ રાજ્યથી છેક કશ્મીર સુધીની 3,570 km ની યાત્રાની શરૂઆત કરી છે. રાહુલ ગાંધી સાથે 120 કોંગ્રેસી નેતાઓ 150 દિવસમાં આ યાત્રાઓ પૂરી કરવાના છે.
અને આ યાત્રામાં તમિલનાડુ થી જમ્મુ કાશ્મીર સુધીના દરેક વચ્ચે આવતા શહેરોમાં પોતાની રેલીઓ યોજવાના જઈ રહ્યા છે. આ બાબતે રાહુલ ગાંધી અને તેના સાથીદારો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થા જોઈને તમે પણ ચોકી ઉઠશો. જાણવા મળ્યું કે આ રાહુલ ગાંધીની યાત્રામાં લગભગ 60 ટ્રક ચાલી રહ્યા છે. આ દરેક ટ્રકમાં પાછળ કન્ટેનર લગાવવામાં આવેલા છે. જેમાં દરેક કન્ટેનરમાં ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે.
જેમાં રાહુલ ગાંધી એક નંબરના કન્ટેનરમાં રહે છે. ત્યારબાદ બે નંબરના કન્ટેનરમાં તેના સિક્યુરિટી સ્ટાફના લોકો રહે છે. આ કન્ટેનરને અલગ અલગ રંગ આપીને તેને સજાવવામાં આવ્યા છે. જેમાં પીળા રંગના કન્ટેનન્સમાં એક બેડ ,એકાઉચ અને એડેપ્ત બાથરૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ મહિલાઓ માટે પિંક કલરના કન્ટેનન્સ બનાવવામાં આવેલા છે. જેમાં કોંગ્રેસ મહા સચિવ કેસરી ગોપાલ અને સચિવ વીસી રનડી કન્ટેના નંબર ત્રણમાં રહે છે.
તો રાહુલ ગાંધીના સ્થાપના અલંકાર સમય અને કેબ બાયજુ ચાર નંબરના કન્ટેનરમાં રહે છે. રમેશ માટે બ્લુ કન્ટેન્ટનર નંબર 15 માં વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સાથે પિંક ઝોનમાં મહિલાઓ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં બેડ અને વોશરૂમની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. કેટલાક કન્ટેનર એવા છે કે જેમાં ટી મૂળાક્ષર લખેલો છે આનો મતલબ થાય છે ટોયલેટ્સ.
આવા કુલ સાત ટોયલેટ વાળા કન્ટેનર બનાવવામાં આવેલા છે. જેમાં પાંચ ટોયલેટ પુરુષો માટે અને બે ટોયલેટ મહિલાઓ માટે છે. રાતના સમયે આ કન્ટેનન્સ ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે છે. સાથોસાથ કોઈ એક મેદાનમાં દરેક કન્ટેનરનો ઉતારો કરવામાં આવે છે અને દરેક લોકો માટે ભોજનની એક સાથે વ્યવસ્થા કરવામાં આવે છે. આ યાત્રામાં તમાકુના સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. સવાર થતા જ આ કન્ટેનરની સાફ સફાઈ પણ કરવામાં આવતી હોય છે. આમ રાહુલ ગાંધી સાથે જોડાયેલા આ યાત્રા માં તેના સાથીદારો માટે આ ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેને જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!