સુરત ની આ યુવતી દિવ્યાંગ હોવા છતાં પણ KBC ની હોટસીટ પર પહોંચી ને જીત્યા એટલા રૂપિયા. કહાની જાણી રડી પડશે. જુઓ વિડીયો.
ભારતમાં પ્રખ્યાત એવી કોન બનેગા કરોડપતિ ટીવી સિરિયલમાં આવેલા લોકો પોતાનું નસીબ અજમાવતા હોય છે. ક્યારેક એવા લોકોના નસીબ ખુલી જતા હોય છે કે છે કોન બનેગા કરોડપતિ માં આવીને કરોડો રૂપિયા જીતી ને જતા હોય છે. હાલમાં કોન બનેગા કરોડપતિની 14 મી સીઝન ચાલી રહી છે. એમાં ગુજરાતના કેટલાક લોકો પણ ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. થોડા સમય પહેલા છે ભાવનગર જિલ્લાના એક યુવાન કોન બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર પહોંચી ગયો હતો.
ત્યારબાદ સુરતની યુવતી હાલ કોન બનેગા કરોડપતિ હોટ સીટ પર પોતાના નસીબ અજમાવવા આવી હતી. પરંતુ આ યુવતી કંઈક અલગ છે કારણ કે આ યુવતી હાલમાં પ્રોફેસરની નોકરી કરી રહી છે અને આ યુવતી ની વાત કરીએ તો તે એક દિવ્યાંગ યુવતી છે. આ યુવતી સુરતમાં રહે છે તેનું નામ અનેરી આર્ય છે. તેને જોવામાં થોડું તકલીફ પડે છે.
છતાં પણ તે કોન બનેગા કરોડપતિ ની હોટ શીટ પર આવીને રૂપિયા 25 લાખ જીતી ચૂકી છે. વધુ વિગતે વાત કરીએ તો અનેરી ના માતા દીપ્તિબેન સરસ્વતી વિદ્યાલયમાં જ્યારે પિતા રાહુલભાઈ ટી એન્ડ ટી વી સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અનેરી આર્ય કહે છે કે નાનપણથી જ તેના ઘરમાં કોન બનેગા કરોડપતિ સીરીયલ તેના માતા પિતા જોતા હતા. જ્યારે નાનપણમાં પોતાના માતા પિતા પાસે બેસીને કોન બનેગા શો જોતી હતી.
ત્યારે તેના પિતા તેને કહેતા કે એક દિવસ તારે પણ આ સિરિયલ માં ભાગ લેવા જવાનું છે. ત્યારથી લઇ ને અનેરી ના માતા-પિતા જેમ બને તેમ અનેરી ને જનરલ નોલેજ નું જ્ઞાન આપતા હતા. અનેરી માટે માતા-પિતા જનરલ નોલેજ ની બુક્સ પણ બનાવતા તો અનેરી પોતે પણ ખુબ જ વાંચન કરતી હતી. અનેરી એ તલાટી અને બિન સચિવાલય ની પરીક્ષા પણ પાસ કરી હતી. પરંતુ તેણે તે નોકરી છોડી દીધી અને હાલ માં તે જીપીએસસી પાસ કરી પ્રોફેસર બનવા માંગે છે. તે કોન બનેગા કરોડપતિ માં 25-લાખ રૂપિયા જીતી ત્યારબાદ તે કહે છે કે, તે પહેલા તેના માતા-પિતા નું લેણું ઓછું કરશે. અને ત્યારબાદ તેના માટે ખર્ચ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!