Gujarat

અમદાવાદ- ગાય ને તંત્ર દ્વારા પકડવા જતા ગાયે પહેલા માળે થી લગાવી ભયંકર છલાંગ. જે બાદ ગાય ને, જુઓ વિડીયો.

Spread the love

છેલ્લા ઘણા સમયથી આપણા ગુજરાતમાંથી રખડતા ઢોરના અનેક કિસ્સા સામે આવે છે. રખડતા ભટકતા ઢોરોને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. અથવા તો રખડતા ઢોરોની અડફેટે આવતા અને લોકોના મોત પણ થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. એવામાં હાઇકોર્ટની ફટકાર બાદ ગુજરાતમાં તંત્ર કામે લાગ્યું છે. અને રખડતા ભટકતા ઢોરોને પકડીને તેને ઢોરવાડામાં પુરવામાં આવે છે.

પરંતુ અમદાવાદમાંથી એક એવી ઘટના આવી છે કે જેમાં એક ગાય પહેલા માળેથી કૂદી પડતાં તેના માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ થઈ હતી. અમદાવાદમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી ચાલી રહી છે. એમાં ગોમતીપુર વિસ્તારમાં આ કાર્યવાહી કરતા આ રખડતા ઢોરોને પકડતી ટીમ એક ગાયની પાછળ પડી હતી.

ગાય આ લોકોથી બચવા માટે એક ઘરના પહેલા માળે પહોંચી ગઈ હતી. જે બાદ ગાયને કોઈ ઉતરવાની જગ્યા મળી ન હતી. જે બાદમાં ગાયે પહેલા માળેથી જ છલાંગ લગાવી હતી. અને ધડામ કરતા નીચે પડતા તેના માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. જે બાદ ગાયને સારવાર અર્થે ઢોર વાડામાં ખસેડવામાં આવી હતી.

આમ આ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને લોકો પણ આમાં પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમ ગાયે અચાનક ભુસ્કો મારી દેતા લોકો પણ આઘા ખસી ગયા હતા. આવા રખડતા ઢોરોને કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. અને અત્યારે ગુજરાતમાં લંમ્પી વાયરસનો કહેર હોય ગાયો ના મોટી સંખ્યામાં મોત નીપજ્યા કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *