શ્રેષ્ઠ શિક્ષિક નું ઉદાહરણ ! શિક્ષિકા ની બદલી થતા શિક્ષિકા અને બાળકો ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. જુઓ તસ્વીર.
આપણા સમાજમાંથી અનેક એવા શિક્ષકો હોય છે કે જે શાળામાં ભણાવવા જાય ત્યારે બાળકોને એટલો બધો પ્રેમ આપતા હોય છે કે તેના પરિવારના સભ્યો ની જેમ તેને દેખભાળ કરતા હોય છે. અને શિક્ષકો એવા હોય છે કે જે બાળકોને એક ઉચ્ચ લેવલ ઉપર પહોંચાડવાનું કામ કરે છે. અને બાળકોનું ભવિષ્ય શિક્ષકોના હાથમાં હોય છે. આથી શિક્ષકો જો સારા મળે તો બાળકોનું ભવિષ્ય પણ ઉજવળ થતું હોય છે.
અને બાળકો પણ શિક્ષકો પ્રત્યે આદરભાવ રાખતા હોય છે. એવી એક ઘટના રાજસ્થાનથી સામે આવે છે. જેમાં એક શિક્ષિકા મહિલાની બીજી સ્કૂલમાં બદલી થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા સ્ટાફ વચ્ચે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. આ ઘટના રાજસ્થાનના ટૂંક જિલ્લાની છે. અહીં આવેલી માધ્યમિક વિદ્યાલય ચાંદ સિંહપુરા માં ગરિમા કવરીયા નામની મહિલા શિક્ષકા ની બદલી રાજસ્થાનના બિકાનેરમાં થઈ હતી.
ગરિમા કવરીયા સ્કૂલમાં છેલ્લા ચાર વર્ષથી અંગ્રેજી વિષય ભણાવી રહ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સાથે કેટલા બધા નજીક આવી ગયા હતા કે તેને છોડીને જવાનું મન થતું ન હતું. જ્યારે ગરિમા કવરીયા મેમને બીજી સ્કૂલમાં જવા માટે વિદાય સમારોહ રાખ્યો હતો. ત્યારે તેના વિદ્યાર્થીઓ ભાવુક થઈને મેડમના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.
અને શિક્ષિકા મેડમ પણ બાળકો ની લાગણી જોઈને પોતાના આંસુ રોકી શક્યા ન હતા. અને તેની આંખોમાંથી પણ આંસુ નીકળવા લાગ્યા હતા. સ્કૂલના પ્રિન્સિપાલે પણ ગરીમા કવરીયા મેડમ ના વખાણ કર્યા અને કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી આ મેમનું 100% રિઝલ્ટ આવેલું છે. અને તે બાળકોને સાથે ખૂબ જ પ્રેમ ભાવથી વર્તન કરતા હતા. આમ આવા અનેક કિસ્સાઓ આપણા જીવનમાં સામે આવતા હોય છે. અને આ શિક્ષિકા મેડમ ને તેની સ્કૂલના વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય સમારોહમાં વિદાય આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!